રવિવાર, 8 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2023 (12:52 IST)

Uttarkashi Tunnel Rescue Live : 16મો દિવસ... 36 મીટર થઈ સુરંગની ઉપર વર્ટિકલ ડ્રિલ, હવે સેના સંભાળશે મોરચો, વરસાદ બની શકે છે અવરોધ

uttarkashi tunnel
Uttarkashi Tunnel Rescue Collapse News Live : દિવાળીના દિવસે ઉત્તરકાશીની નિર્માણાધીન સુરંગમાં કૈદ 41 દિવાળીના દિ વસે ઉત્તરકાશીની નિર્માણાધીન સુરંગમાં કૈદ 41 શ્રમિક બહાર નીકળવાની આશા લગાવી બેસ્યા છે. તેમને બહાર નીકળવાની પૂરી કોશિશ થઈ રહી છે પણ દર વખતે કોઈને કોઈ અવરોધ આવવાથી સફળતા મળી રહી નથી.  રેસ્ક્યુનો આજે 16મો દિવસ છે. 
 
સુરંગની ઉપર 36 મીટર થઈ વર્ટિકલ ડ્રિલ 
 
સુરંગની ઉપર વર્ટિકલ ડ્રિલ 36 મીટર સુધી કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ પ્રધાન સચિવ પીકે મિશ્રા, ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા અને મુખ્ય  સચિવ એસએસ સંઘૂ બેઠક માટે મીટિંગ હોલની તરફ રવાના થયા. બેઠકમાં રેસ્ક્યુ ઓપરેશન સાથે જોડાયેલ અધિકારીઓ સાથે કરશે ચર્ચા. 
 
ઓગર મશીનનો બધો કાટમાળ હટાવવામાં આવ્યો 

માઈક્રો ટનલિંગ વિશેષજ્ઞ ક્રિસ કપૂરે જણાવ્યુ કે ઓગર મશીનનો બધો કાટમાળ હટાવી લેવામાં આવ્યો. મૈન્યુઅલ ડ્રિલિંગ શક્યત ત્રણ કલાક પછી શરૂ થશે.  આપણે 9 મીટર હાથથી સુરંગ બનાવવાનુ કામ કરવાનુ છે. આ તેના પર  નિર્ભર કરે છે કે જમીન કેવો રિસ્પોંસ કરે છે.  જલ્દી પણ થઈ શકે છે અને થોડો સમય વધુ પણ લાગી શકે છે. જો અમે કોઈ જાળીવાળા ગર્ડર સાથે અથડાઈશુ તો અમારે જલ્દીથી ગર્ડરને કાપવુ પડશે, પણ અમને વિશ્વાસ છે કે અમે તેમાથી પણ બહાર આવી જઈશુ. 
 
 પ્રધાન સચિવ પીકે મિશ્રા સિલક્યારા પહોચ્યા 
 
પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ પીકે મિશ્રા, ગૃહ સચિવ અજ્ય કુમાર ભલ્લા અને મુખ્ય સચિવ એસએસ સંઘૂ સિલક્યારા પહોચી  ગયા છે. તે રેસ્ક્યુ ઓપરેશનનુ નિરીક્ષણ કરશે. 
 
કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે મંદિરમાં કરી પૂજા-અર્ચના 

 
કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ (રિટાયર્ડ) એ ઉત્તરકાશીમાં સિલ્ક્યારા સુરંગના ગેટ પાસે બનેલ મંદિરમાં પૂજા અર્ચના કરી. ઑગર મશીનની નિષ્ફળતા પછી ફસાયેલા 41 શ્રમિકો સુધી પહોચવા માટે સુરંગની ઉપરથી ડ્રિલિંગ શરૂ થઈ હતી.