શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 ઑક્ટોબર 2023 (11:21 IST)

યુવકને જીવતો સળગાવવાનો VIDEO

યુવકને જીવતો સળગાવવાનો VIDEO - મણિપુરમાં રવિવારે કુકી સમુદાયના એક વ્યક્તિને જીવતા સળગાવી દેવાનો વીડિયો સામે આવ્યો છે. ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફ્રન્ટ (આઈટીએલએફ)ના પ્રવક્તા ઘિનજાએ આ વીડિયો શેર કર્યો છે. તેણે કહ્યું કે આ વીડિયો મે મહિનાનો છે, પરંતુ હાલમાં જ સામે આવ્યો છે.
 
આ વીડિયો 7 સેકન્ડનો છે
આ આખો વીડિયો 7 સેકન્ડનો છે જેમાં એક વ્યક્તિને જીવતો સળગાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં કેટલાક આરોપીઓના માત્ર પગ જ દેખાય છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાંથી પણ ગોળીબારનો અવાજ આવી રહ્યો છે. મણિપુરના ડીજીપી રાજીવ સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમને પણ થોડા સમય પહેલા વીડિયો મળ્યો હતો. અમે તેની પુષ્ટિ કરીએ છીએ.