મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 21 ડિસેમ્બર 2022 (18:11 IST)

VIDEO: ભારત જોડો યાત્રાના મંચ પર રાહુલ ગાંધીને આવ્યો ગુસ્સો, સેલ્ફી લઈ રહેલા નેતાનો ઝટકયો હાથ

Rahul Gandhi got angry
કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 9માં રાજ્યમાં પ્રવેશી ગઈ છે. ભારત જોડો યાત્રા રાજસ્થાન બાદ હવે હરિયાણામાં પ્રવેશી છે. આ દરમિયાન ફ્લેગ એક્સચેન્જનાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીનો ગુસ્સો જોઈને ત્યાં હાજર અન્ય સાથી નેતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીના આ વીડિયો પર ભાજપના નેતાઓ આકરા પ્રહારો કરી રહ્યા છે.
 
વીડિયોમાં તમેં જોઈ શકો છો કે રાહુલ ગાંધી સેલ્ફી લેતા કોંગ્રેસના એક કાર્યકર્તાનો હાથ ઝટકતા જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ ભાજપ દ્વારા રાહુલ ગાંધીની સાથે ભારત જોડો યાત્રાને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રા બુધવારે સવારે રાજસ્થાનથી હરિયાણામાં પ્રવેશી હતી
 
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતનો પ્રહાર

 
પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કરતા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે લખ્યું, આને કહેવાય અહંકારમાં ગુસ્સો ગુમાવવો! તેણે હેશટેગ ભારત જોડો યાત્રાનો ઉપયોગ કર્યો હતો. પાર્ટીના અન્ય એક નેતા, રાજસ્થાન બીજેપીના રાજ્ય સચિવ લક્ષ્મીકાંત ભારદ્વાજે પણ વીડિયો ટ્વીટ કર્યો અને કહ્યું, "ભાઈ કો ક્યા હુઆ?".
 
'પ્રેમની દુનિયાની ફીકી મીઠાઈ'
 
રાહુલ ગાંધીનો આ વીડિયો શેર કરતા પૂર્વ મંત્રી અને બીજેપી સાંસદ રાજ્યવર્ધન રાઠોડે લખ્યું, 'પ્રેમની દુનિયાની ફીકી મીઠાઈ' તેમણે આગળ લખ્યું કે, જનતા કોંગ્રેસ માટે માત્ર એક વોટ બેંક છે. તેમની નસોમાં તુષ્ટિકરણનું રાજકારણ છે. ભારત જોડો યાત્રા માત્ર એક નાટક છે. તે જ સમયે, ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયાએ લખ્યું, રાહુલ ગાંધીએ પોતાને જાહેરમાં કેવી રીતે રાખવું તે શીખવાની જરૂર છે.

 
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાહુલ ગાંધીની બાજુમાં સ્ટેજ પર ઊભેલા એક સમર્થક તેમના મોબાઈલથી તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન મંચ પર ગુસ્સામાં રાહુલ ગાંધીએ સમર્થકનો હાથ આગળથી ધક્કો માર્યો હતો. આ પછી રાહુલ ગાંધી ફોટો ક્લિક કરવા માટે કેમેરામેન તરફ ઈશારો કરે છે.