1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Vijay Shah, who commented on Colonel Sofia Qureshi, said, 'I sincerely apologize.

કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી કરનાર વિજય શાહે કહ્યું, 'દિલથી માફી માગું છું

Vijay Shah
મધ્ય પ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિશે કરેલી વાંધાજનક ટિપ્પણી પર માફી માગી છે.
 
એમપીના જનજાતિ કાર્યમંત્રી વિજય શાહે કહ્યું કે, "તાજેતરમાં મારા એક નિવેદનના કારણે સમાજના લાગણી દુભાઈ છે. તેમના માટે હું દિલથી શરમ અનુભવું છું, દુખી છું અને માફી માગું છું."
 
તાજેતરમાં કર્નલ કુરેશી ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે તેમણે ભારતીય સેનાના 'ઑપરેશન સિંદૂર' વિશે વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ અને ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે પત્રકારપરિષદ યોજી હતી.
 
વિજય શાહે સોફિયા કુરેશીને દેશનાં બહેન ગણાવીને કહ્યું કે, "તેમણે રાષ્ટ્રધર્મ નિભાવીને જાતિ અને સમાજથી આગળ જઈને કામ કર્યું છે."
 
તેમણે કહ્યું કે, "તેઓ અમારાં સગાં બહેન કરતાં પણ વધુ સન્માનનીય છે."
 
વિજય શાહે કહ્યું કે, "તાજેતરના ભાષણમાં મારી ઇચ્છા હતી કે કર્નલ સોફિયાની વાતને સારી રીતે સમાજ વચ્ચે રાખી શકું. પરંતુ 'દુખી અને વિચલિત' મને કેટલાક ખરાબ શબ્દો નીકળી ગયા."
 
"આજે હું સ્વયં શરમ અનુભવું છું. આખા સમાજ અને સમુદાયની માફી માગું છું. સોફિયા બહેન અને દેશની સન્માનનીય સેનાનું હંમેશાંથી સન્માન કરું છું અને હાથ જોડીને માફી માગું છું."
ये भी पढ़ें
દિલ્હીના 32 વિદ્યાર્થીઓને શાળામાંથી કેમ કાઢી મૂકવામાં આવ્યા, DPS વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, જાણો શું છે મામલો?