શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 27 મે 2023 (23:53 IST)

શુ હોય સેંગોલ છે, જે નવા સંસદ ભવનમાં સ્પીકરની સીટ પાસે સ્થાપિત કરવામાં આવશે?

what is sangol
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન વિશે જણાવ્યું કે નવી ઇમારતમાં સેંગોલની સ્થાપના કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે સંસદ ભવનનાં ઉદ્ઘાટનની સાથે ઐતિહાસિક પરંપરાને પણ જીવંત કરવામાં આવશે. આ પરંપરાને સેંગોલ કહેવામાં આવે છે  આ યુગોથી જોડાયેલી પરંપરા છે. તેને તમિલમાં સેંગોલ કહેવામાં આવે છે અને તેનો અર્થ સંપત્તિથી સંપન્ન થાય છે. નવા સંસદ ભવનમાં તેને સ્પીકરની સીટ પાસે લગાવવામાં આવશે. નંદી સેંગોલની ટોચ પર બિરાજમાન છે જે સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. છેવટે, આ સેંગોલ શું છે અને તેનું મહત્વ શું છે? ચાલો જાણીએ 
 
આઝાદી સાથે જોડાયેલો છે ઈતિહાસ
 
સેંગોલનો ઈતિહાસ ઘણો જૂનો છે. સ્વતંત્ર ભારતમાં તેનું ઘણું મહત્વ છે. 14 ઓગસ્ટ, 1947ના રોજ જ્યારે ભારતની સત્તાનું હસ્તારણ થયું ત્યારે તે આ સેંગોલ દ્વારા થયું હતું. એક રીતે સેંગોલ ભારતની આઝાદીનું પ્રતીક છે. તે સમયે સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક બની ગયું હતું. 1947માં જ્યારે લોર્ડ માઉન્ટબેટને પંડિત નેહરુને પૂછ્યું કે સત્તાનું ટ્રાન્સફર કેવી રીતે કરવું. તેથી પંડિત નેહરુએ આ માટે સી રાજા ગોપાલાચારીની સલાહ લીધી. તેમણે સેંગોલ પ્રક્રિયા વિશે સમજાવ્યું. આ પછી તેને તમિલનાડુથી લાવવામાં આવ્યુ હતું અને અડધી રાત્રે પંડિત નેહરુએ તેનો સ્વીકાર કર્યો હતો.
 
સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક
 
અમિત શાહે કહ્યું કે સંગોલનો ઈતિહાસ ઘણો જૂનો છે, પરંતુ 75 વર્ષ પછી આજે દેશના મોટાભાગના નાગરિકો તેની જાણકારી નથી.   સેંગોલે આપણા ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક બન્યું હતુ.   જ્યારે પીએમ મોદીને આ અંગેની માહિતી મળી તો તેની સંપૂર્ણ તપાસ કરાવવામાં આવી. પછી નક્કી થયું કે તેને દેશ સમક્ષ રજૂ કરવુ જોઈએ. આ માટે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.
 
સ્પીકરનાં સીટ પાસે લગાવવામાં આવશે 
 
નવી સંસદ બિલ્ડીંગમાં સ્પીકરની સીટ પાસે સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે સેંગોલની સ્થાપના માટે સંસદ ભવન સિવાય બીજું કોઈ યોગ્ય અને પવિત્ર સ્થળ ન હોઈ શકે, તેથી જે દિવસે નવું સંસદ ભવન દેશને સમર્પિત કરવામાં આવશે તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુથી આવેલા અધિનમથી સેંગોલ સ્વીકારશે અને લોકસભા સ્પીકરની સીટ પાસે સ્થાપિત કરશે.