શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 25 જુલાઈ 2019 (11:27 IST)

ત્રિપલ તલાક શુ છે ? આવો જાણો ટ્રિપલ તલાક વિશે સંપૂર્ણ માહિતી

તલાક, ત્રણ તલાક, બહુવિવાહ મુસ્લિમ પર્સનલ લો, હિન્દુ કોડ બિલ અને યૂનિફોર્મ સિવિલ કોડ આ એ શબ્દ છે જે આજકાલ તમારા કાનમાં જોરદાર રીતે ગૂંજી રહ્યા છે. છેવટે આ શબ્દુ શુ છે. આજે તેનુ શુ મહત્વ છે  ? દેશમાં વસનારા જુદા જુદા સમુહો વચ્ચે લગ્ન, છુટાછેડા ઉત્તરાધિકારના શુ નિયમ છે. દેશમાં શુ કોઈ વ્યક્તિ પોતાની કઝીન(પિતરાઈ બહેન) સાથે લગ્ન કરી શકે છે. શુ કોઈ મામા પોતાની ભાણી સાથે લગ્ન કરી શકે છે.  પુત્રીઓના પોતાના પિતાની મિલકતમાં અધિકાર છે ? અમે અહી તમારી સામે લાવ્યા છે આ તમામ પ્રશ્નોના જવાબ.. 
આજની કડીમાં જાણીએ ઈસ્લામમાં તલાકની સાચી રીત શુ છે અને રિવાજોના તોફાનમાં મુસલમાન કેવી રીતે કચડાય રહ્યા છે ?
 
તલાકની ચર્ચા પર પહોંચતા પહેલા આપણે એ જાણવુ પડશે કે ઈસ્લામમાં લગ્નનો કૉન્સ્પેટ શુ છે ? ઈસ્લામમાં લગ્ન જન્મ જન્માંતરનુ બંધન નથી હોતુ. પણ એક પાકી સમજૂતી (સિવિલ કોંટ્રેક્ટ) હોય છે જે એક પુરૂષ અને એક સ્રીની પરસ્પર સહમતિથી પછી યોગ્યતા પામે છે. ઈસ્લામે પતિ પત્નીને આ કોંટ્રેક્ટને ભજવવા માટે હજારો સલાહ આપી છે. મતલબ તેને તોડવાની ના પાડી છે. ઈસ્લામી શરીઅતમાં તેની ભરપૂર કોશિશ કરવામાં આવી છે કે સ્ત્રી અને પુરૂષ જ્યારે એક વાર રિશ્ત-એ-નિકાહમાં જોડાય જાય તો એક ખાનદાન બનાવે અને અંતિમ સમય સુધી તેને કાયમ રાખવાની પૂરી કોશિશ કરે. કુરાને નિકાહને મીસાક-એ-ગલીઝ (મજબૂત સમજૂતી) કરાર આપ્યો છે. 
 
પણ જીંદગીના સફરમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. નરમ ગરમ પરિસ્થિતિ પેદા થતી રહે છે અને ક્યારેક ક્યારેક એવા પણ હાલત ઉભા થઈ જાય છે કે નિબાહના તમામ રસ્તા બંધ થઈ જાય છે તો આવી સ્થિતિમાં ઈસ્લામે શાદી (કોંટ્રેક્ટ)ને તોડવાની મંજૂરી આપી છે પણ સખત તાકીદ સાથે કે જ્યારે સાથે સાથે રહેવાની બિલકુલ કોઈ આશા ન બચી હોય ત્યારે લગ્ન તોડવામાં આવે. તેથીઈસ્લામમાં સારા કાર્યોમાં તલાકને સૌથી ખરાબ કામ કહેવામાં આવ્યુ છે. 
 
લગ્ન ક્યારે તોડી શકાય છે ?
 
હવે મિયા બીબી એવુ સમજે છે કે ઈખતિલાફાત (મતબેદ-ઝગડા) એટલા થઈ ગયા છે કે સાથે રહેવુ અશક્ય છે તો તેમને જુદા થવાની છૂટ છે પણ તેમા પહેલા તેમણે  પોતાના ખાનદાનએ આ મતભેદ વિશે બતાડવુ પડશે. મિયા બીવી બંનેના ખાનદાનમંથી એક એક હકમ (પંચ) પસંદ કરવામાં આવે તો હમદર્દ અને ખૈરખાહ હો. જેનો અસલી હેતુ ઝગડો ખતમ કરવાનો હોય છતા પણ વાત ન બને તો જુદા થવાનો રસ્તો સાફ થઈ જાય છે.