1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 9 જાન્યુઆરી 2023 (12:12 IST)

9 જાન્યુઆરીના રોજ જ કેમ ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ, જાણો તેની પાછળનો ઈતિહાસ

pravasi bharatiy divas
દેશના વિકાસમાં ભારતવંશીયોના યોગદાંપર ગૌરવાન્વિત થવા માટે દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. આ વખતે 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનુ આયોજન 9 જાન્યુઆરીના રોજ મઘ્યપ્રદેશના ઈન્દોરમાં થઈ રહ્યુ છે. માલવાની ધરતી પર પ્રવાસી ભારતીયો વચ્ચે દેશના વિકાસ પર મંથનો આજે બીજો દિવસ છે. ઈન્દોરમાં ત્રણ દિવસ સુધી ચાલનારા પ્રવાસી ભારતીય દિવસ સંમ્મેલનની રવિવારે શરૂઆત થઈ હતી અને આ ખાસ દિવસને સેલિબ્રેટ કરવા માટે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્દોર પહોંચ્યા છે. 

 
ઉલ્લેખનીય છે કે 17મા પ્રવાસી ભારતીય દિવસની થીમ પ્રવાસી અમૃત કાળમાં ભારતની પ્રગતિમાં વિશ્વસનીય ભાગીદાર છે અને દુનિયાભરમાંથી આવેલ પ્રવાસી ભારતની પ્રગતિના ભાગીદાર બની રહ્યા છે. દેશમાં સૌથ્યી પહેલા ભલે 2003માં પ્રવાસી ભારતીય દિવસ ઉજવાયો હોય પણ આ માટે તારીખ 9 જાન્યુઆરી રાખવામાં આવી. આવો જાણીએ કે 9 જાન્યુઆરી ની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી. 
 
જાણો 9 જાન્યુઆરીએ જ કેમ ઉજવાઅય છે પ્રવાસી ભારતીય દિવસ 
 
ઉલ્લેખનીય છે કે આ ખાસ દિવસનુ કનેક્શન મહાત્મા ગાંધી સાથે રહ્યુ છે. 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધી  દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા હતા. તેથી 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે. પહેલીવાર પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનો નિર્ણય્હ એલએમ સિંઘવીની અધ્યક્ષતામાં ભારત સરકાર દ્વારા સ્થાપિત ભારતીય ડાયસ્પોરા પર ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણ મુજબ લેવામાં આવ્યો હતો. 8 જાન્યુઆરી 2002ના રોજ ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસને વ્યાપક સ્તર પર ઉજવવાની જાહેરાત કરી. 
 
શુ છે પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ઉજવવાનો ઉદ્દેશ્ય ?
શુ છે પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ઉજવવાનો ઉદ્દેશ્ય ?
 
-પ્રવાસી ભારતીય સમુહની ઉપલબ્દિઓને દુનિયા સામે લાવવાની છે, જેનાથી દુનિયાને તેમની તાકતનો અહેસાસ થઈ શકે 
- દેશના વિકાસમાં ભારતવંશીઓનુ યોગદાન અવિસ્મરણીય છે તેથી વર્ષ 2015 પછી દર બે વર્ષમાં એક વાર પ્રવાસી ભારતીય દિવસ સંમ્મેલન  આયોજીત કરવામાં આવ્યુ છે. 
- પ્રવાસી ભારતીયોના દેશ સાથે જોડવામાં પીએમ મોદીએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેઓ જ્યા પણ વિદેશી પ્રવાસ પર જાય છે ત્યા પ્રવાસી ભારતીય વચ્ચે ભારતની એક જુદી ઓળખ લઈને આવ્યા છે. 
 - પીએમ મોદીના આ પગલાથી પ્રવાસી ભારતીય ભારત તરફ વધુ આકર્ષિત થાય છે. 
 - આ આયોજને પ્રવાસી ભારતીયોની ભારત પ્રત્યેના વિચારોને સાચી રીતે બદલવાનુ કામ કર્યુ છે. 
 - આના દ્વારા પ્રવાસી ભારતીયોને દેશના લોકો સાથે જોડાવાની એક તક મળી છે.