ગુરુવાર, 4 જુલાઈ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 22 નવેમ્બર 2023 (08:02 IST)

વાહ હવે શાળામાં બાળકો ભણશે મહાભારત અને રામાયણ

ramayan
NCERT Panel:ગત વર્ષે બનેલી 7 સભ્યોની સમિતિએ સામાજિક વિજ્ઞાનના પુસ્તકોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી. નવા NCERT પુસ્તકો આગામી શૈક્ષણિક સત્ર સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.
 
સમિતિએ પાઠ્ય પુસ્તકોમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોનો સમાવેશ કરવાની અને શાળાઓમાં વર્ગખંડોની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સીઆઈ ઈસાકે મંગળવારે આ માહિતી આપી હતી. ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવું મહત્વપૂર્ણ છે