મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 21 નવેમ્બર 2023 (09:19 IST)

Uttarkashi Tunnel Rescue: સુરંગમાં ફસાયેલા મજૂરોનો પહેલો video

uttarkashi tunnel
સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોનો પહેલો વીડિયો સામે આવ્યો છે. બચાવકર્મીઓએ મંગળવારે સિલ્ક્યારા ટનલની અંદર 10 દિવસથી ફસાયેલા કામદારોનો પહેલો વીડિયો જાહેર કર્યો હતો.
 
ટનલની અંદર કાટમાળમાંથી છ ઇંચ પહોળી પાઇપલાઇન નાખવામાં આવી હતી, જેના દ્વારા કામદારોને ખિચડી અને પાણી મોકલવામાં આવ્યું હતું. આ પાઈપમાં એક કેમેરા પણ લગાવવામાં આવ્યો હતો, જેમાંથી આ વીડિયો સામે આવ્યો છે.
 
પાઇપલાઇન દ્વારા મોકલવામાં આવેલા એન્ડોસ્કોપિક કેમેરાનો ઉપયોગ કરીને આ દ્રશ્યો કેપ્ચર કરવામાં આવ્યા હતા.


 
આ વીડિયોમાં પીળા અને સફેદ હેલ્મેટ પહેરેલા કામદારો પાઈપલાઈન દ્વારા તેમને મોકલવામાં આવેલ ખાદ્યપદાર્થો મેળવતા અને એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે.