1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 11 જૂન 2021 (18:11 IST)

કેરળ બિલાડીઓનો ભય, એક મહિનામાં જ 28 હજારથી વધુ લોકોને બચકુ ભરીને કર્યા ઘાયલ

કેરળમાં લોકોને કૂતરાથી  વધુ ભય બિલ્લોથી લાગી રહ્યો છે અને રાજ્યમાં કેટલાક વર્ષોમાં બિલાડીઓ દ્વારા બચકા ભરવાની ઘટના કૂતરાઓના બચકા ભરવાની તુલનામાં ઘણા વધુ કેસ સામે આવ્યા છે.  આ વર્ષ ફક્ત જાન્યુઆરીમાં જ બિલાડીઓ દ્વારા બચકા ભરવાના 28,186 મામલા સામે આવ્યા, જ્યારે કે કૂતરાને કાપવઆના 20,875 મામલા હતા. 
 
રાજ્યના આરોગ્ય વિભાગે તાજેતરમાં એક આરટીઆઈ (માહિતીનો અધિકાર) ના જવાબમાં આ માહિતી આપી હતી. રાજ્યના આરોગ્ય નિયામકના જણાવ્યા અનુસાર, બિલાડીઓના કરડવાથી સારવાર લેનારા લોકોની સંખ્યા છેલ્લા કેટલાક સમયથી કૂતરા કરતા વધારે છે.
 
આંકડાના અનુસાર આ વર્ષે ફક્ત જાન્યુઆરીમા જ બિલાડીના કરડવાના 28,186 કેસ નોંધાયા હતા જ્યારે કૂતરાના કરડવાના 20,875 કેસ હતા. રાજ્યના પ્રાણી સંગઠન 'એનિમલ લીગલ ફોર્સ' દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં આ આંકડા આપવામાં આવ્યા છે. તે 2013 અને 2021 ની વચ્ચે કૂતરાઓ અને બિલાડીઓ દ્વારા કરડવાના ડેટા તેમજ 'એન્ટી-રેબીઝ રસી અને સીરમ' પર ખર્ચ કરવામાં આવેલી રકમની માહિતી પણ આપે છે. 
 
આંકડા અનુસાર, વર્ષ 2016 થી બિલાડીના કરડવાના કેસમાં વધારો થયો છે. 2016 માં 1,60,534 લોકોને બિલાડીના કરડવા માટે સારવાર આપી હતી જ્યારે કૂતરા કરડવાના 1,35,217 કેસ નોંધાયા હતા.  2017માં  બિલાડીના કરડવાના કેસ વધીને 1,60,785, 2018 માં 1,75,368 અને 2019 અને 2020 માં અનુક્રમે 2,04,625 અને 2,16,551 થયા. 2014 થી 2020 દરમિયાન દક્ષિણ રાજ્યમાં બિલાડીના કરડવાના કેસોમાં 128 ટકાનો વધારો થયો છે. સરકારી આંકડા મુજબ, 2017 માં કૂતરા કરડવાના 1,35,749 કેસ, 2018માં 1,48,365, 2019 માં 1,61,050 અને 2020 માં 1,60,483 કેસ નોંધાયા છે. રેબીઝથી ગયા વર્ષે પાંચ લોકોનાં મોત થયા  હતાં