ભારતમાં પણ ડિઝિટલ ડ્રગ ખતરાની ઘંટી, યુવા અને બાળકો થઈ રહ્યા છે શિકાર
વર્ષ 2010માં અમેરિકાના ઓક્લાહોમા શહેરમાંથી ચાલનારી ડિજિટલ ડ્રગ હવે ભારતમાં એંટ્રી લઈ ચુક્યુ છે. તાજેતરમાં ગુજરાતના અમદાવાદ જીલ્લામાં શાળામાં ભણતા 8 બાળકોને આ મ્યુઝિકલ નશાની ચપેટમાં આવવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો હોસ્પિટલ પહોંચેલા આ બાળકોના માતાપિતા મુજબ તેમના બાળકો સાઉથ કોરિયન બૈંડ BTSના સભ્યોના ખાવા, કપડા પહેરવા અહી સુહીએ કે તેમના જેવા દેખાવવાની લતનો સામનો કરી રહ્યા છે. જેનાથી આ બાળકોની દૈનિક દિનચર્યામાં ઘણુ પરિવર્તન આવ્યુ છે.
દુનિયાના અનેક દેશોમાં યુવાઓ અને બાળકોને પોતાના સંકજામાં લીધા પછી ભારતમાં ડિજિટલ ડ્રગના કેસ સામે આવ્યા પછી પેરેંટ્સની ચિંતા વધી ગઈ છે. વેબદુનિયાના વરિષ્ઠ મનોચિકિત્સક ડો સત્યકાંત ત્રિવેદી દ્વારા ડિઝિટલ ડ્રગ્સને લઈને વાત કરી.
શુ છે ડિજિટલ ડ્રગ્સ - વેબદુનિયા સાથે વાતચીતમાં ડૉ. સત્યકાંત ત્રિવેદી કહે છે કે અમદાવાદમાં શાળાના 8 બાળકો મ્યુઝિકલ નશાની ચપેટમાં આવ્યાના સમાચાર ખૂબ જ ચિંતાજનક અને સંકટની ઘંટી છે. તેઓ કહે છે કે ડિઝિટલ ડ્રગ્સની વાસ્તવિકતામાં બાઈનોરલ બીટ્સ છે.
બાઈનૉરલનો શાબ્દિક અર્થ છે બે કાન, બીટ્સ એટલે કે ધ્વનિ અર્થાત બે કાન દ્વારા સાંભળવામાં આવેલી ધ્વનિ તેમા જમણી અને બાજુ બંને કાનમા જુદા જુદા સાઉંડ ફ્રિક્વેંસી સાથે સાંભળવામાં આવે છે. તેને સાંભળવા પર મગજના અનેક ભાગ સક્રિય થઈ જાય છે. જેનાથી આપણા મગજમાં અનેક પ્રકારના ન્યૂરો ટ્રાંસમીટર શ્રાવિત કરે છે. પરિણામ સ્વરૂપ આપણે શાંત, ગુમસુમ, ધ્યાનમાં જવા જેવો અનુભવ કરીએ છીએ. આ આપણને નશાની હાલત સુધી પહોંચાડી શકે છે. બાઈનૉરલ બીટ્સ ઘણા પ્રકારના હોય છે, જે વિવિધ પ્રકારના ધ્વનિ તરંગો વડે મગજના જુદા જુદા ભાગોને સક્રિય અથવા શાંત કરે છે. મુખ્યત્વે કોર્ટિસોલ, ડોપામાઇન, મેલટોનિન અને સેરોટોનિનમાં ફેરફાર થાય છે.
કેવી રીતે વિકસિત થાય છે એડિક્શન ? બાઈનૉરલ બીટ્સ સાંભળીને લોકોમાં રિલેક્સ ફીલ થાય છે. પરિણામ સ્વરૂપ લોકો આ બીટ્સને વારંવાર સાંભળે છે અને ધીમે ધીમે એડિક્શન ડેવલોપ થઈ જાય છે.
કેમ છે મોટુ સંકટ ? ડોક્ટર સત્યકાંત ત્રિવેદી કહે છે કે યુટ્યુબ પર વર્તમાન્ન વીડિયોઝ પોતાના મુખ્ય ટાઈટલમાં ફિઝિકલ ડ્રગ્સનુ નામ લખીને તેમની તુલના બાઈનૉરલ બીટ્સ સાથે કરે છે. તેનાથી યુવા બંને ડ્રગ્સના અસરને સમજવા માટે પ્રયોગ પણ શરૂ કરી શકે છે. ડો સત્યકાંત ત્રિવેદી કહે છે કે લત લાગ્યા પછી મ્યુઝિક ન મળતા વ્યવ્હારમાં આક્રમકતા, બેચેની, ચિડિયાપણુ એયર ગભરામણ જેવા લક્ષણ આવે છે. BTS સમૂહના લોકોની વાળની હેયરસ્ટાઈલની રીત પણ ટીનએજર્સને ખૂબ પ્રભાવિત કરે છે. તેઓ તેમની જેમ જ જીવવાનુ પસંદ કરવા માંડે છે.
કેવી રીતે કરવામાં આવે છે ઈલાજ - ડૉ. સત્યકાંત ત્રિવેદી કહે છે કે ઉપચારની રીત સમસ્યાની ગંભીરતા પર આધારિત છે. મોટાભાગના બાળકોમાં ADHD,Anxiety અને એકલતાની સમસ્યા જોવા મળી શકે છે. આવામાં માતા-પિતાએ બાળકોને પૂરતો સમય આપવા સાથે ધીરે ધીરે આ ટેવથી દૂર કરવા પડશે.