1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (21:06 IST)

Harsiddhi Devi Temple : માતાના આ શક્તિપીઠ પર રાજા વિક્રમાદિત્યે 11 વાર ચઢાવ્યુ હતુ પોતાનુ મસ્તક

સનાતન પરંપરા મુજબ પૃથ્વી પરજ્યાં પણ સતીના અંગોના ભાગ કે પછી તેમની કોઈ વસ્તુ જેવી કે વસ્ત્ર કે આભૂષણ વગેરે પડ્યા, ત્યા ત્યા શક્તિપીઠ બની ગયા. આ તીર્થ માત્ર દેશમાં જ નહીં પણ પડોશી દેશોમાં પણ હાજર છે. આવી જ એક દિવ્ય શક્તિપીઠ મહાકાલ એટલે કે ઉજ્જૈન શહેરમાં આવેલુ છે. લોકો આ પવિત્ર શક્તિપીઠને હરસિદ્ધિ માતાના મંદિર તરીકે ઓળખે છે.
 
અહી પડી હતી સતીની કોણી 
 
એવું માનવામાં આવે છે કે દેવી સતીની કોણી જે જગ્યાએ પડી હતી તે ઉજ્જૈનના રુદ્રસાગર તળાવના પશ્ચિમ કાંઠે સ્થિત છે. હરસિદ્ધિ દેવીના મંદિરની વિશેષતા એ છે કે તેમાં કોઈ દેવીની કોઈ મૂર્તિ નથી, પરંતુ માત્ર કોણી છે, જેને હરિસિદ્ધિ દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં મહાલક્ષ્મી અને મહાસરસ્વતી પણ માતા હરસિદ્ધિની આસપાસ બિરાજમાન છે.
 
વિક્રમાદિત્યએ 11 વાર ચઢાવ્યુ હતુ પોતાનુ મસ્તક 
 
હરસિદ્ધિ માતાના આ પવિત્ર ઘામ સાથે જોડાયેલી એક કથા છે, જે મુજબ સમ્રાટ વિક્રમાદિત્ય, જે માતાના અનન્ય  ભક્ત હતા, દરેક બારમા વર્ષે દેવીના મંદિર પર આવીને પોતાનુ મસ્તક માતાના ચરણોમાં અર્પિત કરતા, પરંતુ હરસિદ્ધિ દેવીની કૃપાથી તેમને દર વર્ષે એક નવું મસ્તક મળી જતુ હતુ. એવું માનવામાં આવે છે કે જ્યારે તેમણે બારમી વખત માથું અર્પિત કર્યુ તો મસ્તક તેમને પરત ન મળ્યુ, અને તેમનુ જીવન સમાપ્ત થઈ ગયું. એવું માનવામાં આવે છે કે મંદિર પ્રાંગણમાં એક ખૂણામાં 11 સિંદૂર લગાવેલ મુળ્ડ રાજા વિક્રમાદિત્યનુ જ છે. 
 
શિવ-શક્તિનુ પ્રતીક છે આ દીપ સ્તંભ 

 
હરસિદ્ધિ માતાના મંદિરની ચાર દિવાલમાં ચાર પ્રવેશદ્વાર છે. મંદિરના પૂર્વ દ્વાર પર સપ્તસાગર તળાવ છે અને દક્ષિણ-પૂર્વ ખૂણામાં કેટલાક અંતરે એક બાવડી છે, જેમાં એક સ્તંભ છે. માતાના પવિત્ર ધામમાં વધુ બે સ્તંભ છે. આ બે વિશાળ દીપ-સ્તંભોને પુરુષ અને સ્ત્રીનું પ્રતીક માનવામાં આવે છે. આમાં જમણી બાજુનો સ્તંભ મોટો છે. જ્યારે ડાબી બાજુની સ્તંભ નાનો છે. જોકે કેટલાક લોકો તેને શિવ-શક્તિનું પ્રતીક પણ માને છે. બંને સ્તંભ પર 1100 દીવા છે, જે પ્રગટાવવા માટે લગભગ 60 કિલો તેલની જરૂર પડે છે. બંને સ્તંભોના દીવા પ્રગટાવ્યા બાદ આ સ્તંભો ખૂબ જ આકર્ષક લાગે છે. સાંજના સમયે આ દીવો જોવા લોકો દૂર દૂરથી અહીં પહોંચે છે.