શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (12:51 IST)

કામાખ્યા મંદિર - યોની શક્તિપીઠ... જ્યા દેવી આજે પણ પાળે છે માસિક ધર્મ અને મંદિરના દ્વાર આપમેળે જ થાય છે બંધ

એવી માન્યતા છે કે નવરાત્રિમાં દેવીની પૂજા કરવાથી મનગમતુ ફળ મળે છે. આ સમય દરમિયાન ભક્ત નવ દિવસ વ્રત રાખે છે અને માતાની પૂજા કરવા મંદિરમાં જાય છે. નવરાત્રિમા શ્કતિપીઠના દર્શન કરવુ પણ શુભ માનવામાં આવે છે. દેવીના કુલ 51 શક્તિપીઠ બતાવાય છે જેની જુદી જુદી મહિમા છે. તેમાથી સૌથી ખાસ છે દેવી કામાખ્યાનુ શક્તિપીઠ જે અસમના ગુવાહાટીમાં આવેલુ છે. આ મંદિર એક પર્વત પર બનેલુ છે. એવુ કહેવાય છે કે આ સ્થાન દેવીના અન્ય શક્તિપીઠોથી અલગ છે. કારણ કે આ સાધના માટે તાંત્રિકોનુ પણ હજુમ ઉમડે છે. કામાખ્યા મ6દિર અસમની રાજધાની દિસપુરની પાસે ગુવાહાટીથી 8 કિલીમીટર દૂર કામાખ્યાથી 10 કિલોમીટર આગળ નીલાચલ પર્વત પર સ્થિત છે.  માન્યતા છે કે પ્રાચીન તીર્થ કામાખ્યા તંત્ર સિદ્ધિનુ સર્વોચ્ચ સ્થળ છે. અહી ભગવતીની મહામુદ્રા જેને યોનિ-કુંડ છે સ્થિત છે. 
જાણો અમ્બુવાચી પર્વ વિશે.. 
 
જે રીતે ઉત્તર ભારતમાં કુંભ મહાપર્વનું મહત્વ હોય છે તેનાથી પણ વધુ આદ્યશક્તિનુ અમ્બૂવાચી પર્વનુ મહત્વ છે. પૌરાણિક સ્ટોરી મુજબ અમ્બુવાચી પર્વ દરમિયાન મા ભગવતી રજસ્વલા થાય છે અને તેના ગર્ભ ગૃહ સ્થિત મહામુદ્રા યોનિ-તીર્થથી સતત  ત્રણ દિવસ સુધી જળ-પ્રવાહના સ્થાનથી રકત પ્રવાહિત થાય છે.  આ એક રહસ્યમયી વિલક્ષ્ણ તથ્ય છે.  કામાખ્યા તંત્રના એક શ્લોકમાં આ વિવરણ આ રીતે આપવામાં આવ્યુ છે. યોનિ માત્ર શરીરાય કુંજવાસિની કામદા. રજોસ્વલા મહાતેજા કામાક્ષી ધ્યેતામ સદા.  અમ્બૂવાચી યોગ પર્વ દરમિયાન મા ભગવતીના ગર્ભગૃહના કપાટ આપમેળે જ બંધ થઈ જાય છે અને તેમના દર્શન પણ બંધ થઈ જાય છે.  આ પર્વ પર ભગવતીના રજસ્વલા થતા પહેલા ગર્ભગૃહ સ્થિત મહામુદ્રા પર સફેદ વસ્ત્ર ચઢાવવામાં આવે છે.  જે પછી રક્તવર્ણના થઈ જાય છે. મંદિરના પુજારીઓ દ્વારા આ વસ્ત્ર પ્રસાદના રૂપમાં શ્રદ્ધાળુ ભક્તોમાં વિશેષ રૂપથી વિતરિત કરવામાં આવે છે. આ પર્વનુ મહત્વન્મો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે આખા વિશ્વમાંથી આ પર્વમાં તંત્ર મંત્ર યંત્ર સાધના અને બધા પ્રકારની સિદ્ધિયો અને મંત્રોના પુરશ્ચરણ માટે તાંત્રિકો અને અઘોરીઓની ભીડ લાગી રહે છે. ત્રણ દિવસ પછી દેવીની રજસ્વલા સમાપ્તિ પર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. 
કામાખ્યાની સ્ટોરી 
 
કામાખ્યા મંદિર સાથે જોડાયેલ કથામાં કહેવામાં આવ્યુ છે કે અહંકારી અસુરરાજ નરકાસુર એક વાર મા કામાખ્યાને પોતાની પત્નીના રૂપમાં મેળવવાનુ દુસાહસ કરી બેઠો હતો. ત્યારે મહામાયાએ નરકાસુરને કહ્યુ કે જો તમે એક જ રાત્ર નીલ પર્વત પર ચારેબાજુ પત્થરોના ચાર સોપાન પથનુ નિર્માણ કરી દો અને કામાખ્યા મંદિર સાથે એક વિશ્રામ ગૃહ  બનાવી દો.  તો હુ તારી ઈચ્છા મુજબ પત્ની બની જઈશ. જો તુ આવુ ન કરી શક્યો તો તારુ મૃત્યુ નિશ્ચિત છે. ગર્વમાં ચુર અસુરે પથના ચારે બાજુ સવાર થતા પહેલા પુર્ણ કરી દીધા અને વિશ્રામ કક્ષનુ નિર્માણ કરી રહ્યો હતો કે મહામાયાએ એક માયાવી મરધા દ્વારા પરોઢ થવાની બાંગ અપાવી દીધી.  નરકાસુરે ગુસ્સાઅમાં મરઘાનો પીછો કર્યો અને બ્રહમપુત્રના બીજા કિનારે જઈને તેને મારી નાખ્યો.  આ સ્થાન આજે પણ કુક્ટાચકિના નામથી ઓળખાય છે. પછી દેવીની માયાથી ભગવાન વિષ્ણુએ નરકાસુરનો પણ વધ કર્યો.  આદ્યશક્તિ મહાભૈરવીનુ કામાખ્યા મંદિર વિશ્વનુ સર્વોક્છ કૌમારી તીર્થ તરીખે ઓળખાય છે.  તેથી આ શક્તિપીઠમાં લુમારી પૂજા અનુષ્ઠાનુ પણ ખૂબ મહત્વ છે.  વિશેષ રૂપથી નવરાત્રિમાં અહી કન્યા ભોજ કરાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.