મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (17:06 IST)

29 સપ્ટેમ્બરથી નવરાત્રી 9 દિવસમાં બનશે 9 શુભ સંયોગ

શારદીય નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. અમે આપને બતાવી રહ્યા છીએ કે આ 9 દિવસ દરમિયાન કયા 9 શુભ સંયોગ બની રહ્યા છે તેના વિશે માહિતી.   29 સપ્ટેમ્બર રવિવારે પ્રતિપ્રદા તિથિ પર નવરાત્રિનો પ્રથમ દિવસ આવશે.  પહેલા દિવસે કળશ સ્થાપના અને દેવીના નવ રૂપોમાં પહેલુ રૂપ મા શૈલપુત્રીની ઉપાસના થશે. આ શારદીય નવરાત્રિમાં પૂરા 9 દિવ્સમાં 9 શુભ સંયોગ બનશે. આ શુભ સંયોગ ભક્તોને ખૂબ શુભ ફળદાયી રહેશે. 
 
પહેલો સંયોગ - કળશ સ્થાપનાનો શુભ સંયોગ 

 
29 સપ્ટેમ્બરના રોજ સવારે કળશ સ્થાપના સાથે જ શારદીય નવરાત્રિ શરૂ થઈ જશે.  આ વખતે કળશ સ્થાપનાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને દ્વિપુષ્કર નામનો શુભ યોગ બનશે. આ ત્રણેય હોગ જ્યોતિષમાં ખૂબ જ શુભ ફળદાયક માનવામાં આવે છે. 
 
બીજો સંયોગ તિથિયોમાં ક્ષય નથી -  અનેકવાર તિથિયોના ક્ષય થવાને કારણે નવરાત્રિના દિવસ ઓછા થઈ જાય છે પણ આ વખતે આવુ કશુ જ નથી.  આ વખતે પુરા નવ દિવસ સુધી નવરાત્રિ છે. આવો સંયોગ ક્યારેક ક્યારેક જ બને છે.   સતત 9 દિવસ સુધી દેવીની આરાધના પછી 10મા દિવસે દેવીનુ વિસર્જન કરવામાં આવશે. 
 
ત્રીજો સંયોગ - નવરાત્રિનો પહેલો દિવસ અને શુક્ર ગ્રહનો ઉદય 
 
આ વખતે શારદીય નવરાત્રિના પ્રથમ જ દિવસે સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય પ્રદાન કરનારો ગ્રહ શુક્ર ગ્રહનો ઉદય થશે.  શુક્રના ઉદય અને કળશ સ્થાપનાનો શુભ સંયોગ બધા ભક્તો માટે સુખ અને સમૃદ્ધિનો કારક રહેશે. 
 
ચોથો સંયોગ નવરાત્રિમાં વારનો સંયોગ - આ વખતે શારદીય નવરાત્રિમાં બે સોમવાર અને બે રવિવાર આવશે. નવરાત્રિની શરૂઆત રવિવારના રોજ અને અષ્ટમી રવિવારના દિવસે રહેશે.  જ્યારે કે બે સોમવારે બ્રહ્મચારિની અને સિદ્ધિદાત્રી માતાની પૂજા થશે. 
 
પાંચમો સંયોગ હસ્ત નક્ષત્રનો સંયોગ 
 
જે દિસે નવરાત્રિનો પ્રથમ દિવસ રહેશે જેમા ઘટ સ્થાપના થશે એ દિવસે નક્ષત્ર રહેશે.  હસ્ત નક્ષત્રમાં પૂજા કરવી કે કોઈ નવુ કામ શરૂ કરવુ ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે.  
 
છઠ્ઠ સંયોગ - નવરાત્રિમાં બે અમૃત સિદ્ધિ યોગ 
 
આ વખતે શારદીય નવરાત્રિના બીજો અને ચોથો દિવસ અમૃત સિદ્ધિ યોગ રહેશે.  જ્યોતિષમાં અમૃત સિદ્ધિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. 
 
સાતમો સંયોગ ત્રણ દિવસમાં રવિ યોગ 
 
આ વખતે નવરાત્રિમાં ત્રણ દિવસ રવિ યોગ રહેશે.  1.4 અને 5 ઓક્ટોબરના રોજ રવિ યોગ પર દેવીની ઉપાસના કરવામાં આવશે. 
 
આઠમો સંયોગ - ચાર સર્વાર્થ સિદ્ધિ યોગ 
 
આ શારદીય નવરાત્રિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે. 29 સપ્ટેમ્બર 2  6 અને 7 ઓક્ટોબરના રોજ આ શુભ યોગ બન્યો છે. 
 
નવમો સંયોગ - દશેરા પર રવિ યોગ 
 
9મો શુભ યોગ દશેરાના દિવસે બની રહ્યો છે. જેમા રવિ યોગના શુભ યોગમાં દશેરા ઉજવાશે.