મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By

Shardiya Navratri 2023 : નવરાત્રીના વ્રત પહેલા કરી લો આ કામ, પૂરી થશે દરેક મનોકામના

navratri sthapana
નવરાત્રી  (Navratri) નો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીના ઉપવાસ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રથમ તિથીથી નવમી તિથિ સુધી નવ દિવસ માતા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રી ઉપવાસના નવ દિવસનું વિશેષ મહત્વ છે. અનેક લોકો વ્રત કંઈપણ ખાધા-પીધા વગર નવરાત્રીનુ વ્રત રાખે છે. તો બીજી બાજુ કેટલાક લોકો ફળાહારી વ્રત કરે છે. નવરાત્રી દરમિયાન દરરોજ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે નવરાત્રીનો તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. 
 
નવરાત્રિ દરમિયાન ઘણા લોકો ઘરમાં કળશની સ્થાપના કરે છે. આ નવ દિવસો દરમિયાન, ભક્તોએ ઘણા નિયમોનું પાલન કરવાનુ હોય છે. ચાલો જાણીએ મા દુર્ગાના આગમન પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
 
1. નવરાત્રીના ઉપવાસ દરમિયાન સંપૂર્ણ સાત્વિક ખોરાક લેવો જોઈએ. લસણ અને ડુંગળીનો ઉપયોગ ખોરાકમાં ન કરવો જોઈએ. આ સિવાય કોઈને માટે ખરાબ ન બોલવું જોઈએ.
 
2. મા દુર્ગાના આગમન પહેલા ઘરને સાફ કરો. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય ત્યાં માતાની કૃપા થતી નથી. તેથી નવરાત્રિ દરમિયાન ઘરની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ઘરના પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. આવુ કરવાથી તમારું ઘર પવિત્ર થઈ જશે.
 
3. નવરાત્રિમાં રંગોનું વિશેષ મહત્વ છે. દરેક દિવસે જુદા જુદા રંગના કપડા પહેરવામાં આવે છે. આ ઉપરાંત ઘરમાં ઉપવાસની વસ્તુઓ પહેલાથી લાવી રાખો. આ માટે કટુનો લોટ, મોરિયો, શિંગોડાનો લોટ, સાબુદાણા, આખુ મીઠું, ફળ, બદામ, મખાણા વગેરે મંગાવો.
 
4. ઘરના જે ભાગમાં માતાની સ્થાપના કરવાની હોય તેની સામે સ્વસ્તિકનુ નિશાન બનાવો. આ ઉપરાંત કળશ સ્થાપનાની પૂજા સામગ્રી એક જગ્યાએ એકત્રિત કરી રાખો જેથી પૂજા સમયે કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે..
 
5. નવરાત્રિની શરૂઆત પહેલા તમારા ઘરમાંથી નોનવેજ વસ્તુઓ ફેંકી દો. આગામી નવ દિવસ સુધી આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
 
6. જો તમે વાળ, દાઢી કાપવાનું વિચારી રહ્યા છો, તો નવરાત્રિ પહેલા તેને કાપી નાખો. નવરાત્રિમાં આ બધી વસ્તુઓ કરવી અશુભ માનવામાં આવે છે. આ સિવાય નખ કાપવા પણ વર્જિત માનવામાં આવે છે.