પલ્લીનો મેળો: ચાર લાખ લિટર શુદ્ધ ઘીથી માતાજીને અભિષેક

rupal palli
Last Updated: સોમવાર, 29 સપ્ટેમ્બર 2014 (16:49 IST)

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે નવરાત્રિની આઠમે વરદાયિની માતાનો પરંપરાગત પલ્લીનો મેળો ભરાય છે. અહીં વર્ષોથી માતાજીની અનેરી ભક્તિના દર્શન થાય છે. વર્ષોથી વહેડાવવામાં આવે છે. આ વર્ષે પણ આઠમની રાત્રે કરવામાં આવશે. દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માના દર્શને આવે છે. આગામી શુક્રવારને ૩જી ઓક્ટોબરે આ ઐતિહાસિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ અંગે શ્રી વરદાયી માતાજી સંસ્થાના વહીવટદારોએ જણાવ્યું હતું કે, આ વર્ષે સંપૂર્ણ શ્રદ્ધા, શાંતિ અને સુરક્ષિત રીતે ઉજવવાની તૈયારીઓ અને તકેદારીઓ રાખવામાં આવી છે. પલ્લીના પરંપરાગત રૂટનું રીસફેસિંગ સફાઈ સુરક્ષા સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ પલ્લીના મેળામાં ૧૪ જેટલા સી.સી. ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ૨૭ જગ્યાએ પૂજા અર્ચન કરવા માટે ખાસ મંડપ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં શ્રદ્ધાળુઓ દૂરથી પણ માતાના દર્શન કરી શકે તે માટે રથના રૂટ પર આઠ જેટલા મોટા ટીવી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે. આઠ ગામોમાં પલ્લીના મેળાનું સીધુ પ્રસારણ કરવામાં આવશે. આ મેળાનું પ્રસારણ વિદેશમાં પણ નિહાળી શકાશે. ધામધૂમથી ઉજવાતા આ મેળામાં ૮થી ૧૦ લાખ માઈભક્તો ભાગ લેશે. દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ નોરતાની આઠમે ખાસ માતાની પલ્લીમાં સામેલ થવા રૂપાલ ઊતરી આવે છે. મેળામાં ભક્તોની અવરજવર માટે ખાસ વાહનવ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, કલોલ અને માણસા ખાતેથી ખાસ બસોની વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે રૂપાલની ત્રણેય દિશામાં વિશાળ પાર્કિંગ ઝોન ઊભા કરાયા છે. ગયા વર્ષે રૂપાલની પલ્લીમાં માને ચાર લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ વરસે પણ ભક્તો દ્વારા ચાર લાખથી વધુનો અભિષેક થશે એવું પણ જાણવા મળ્યું હતું.

વધુ આગળ


આ પણ વાંચો :