મટન રોસ્ટ
|
સામગ્રી : 1 કિલોગ્રામ રાન
મેરીનેડ : 2 મોટા ચમચા તેલ, 2 મોટા ચમચા વોર્સસ્ટરશાયર સોઅ, 1 નાની ચમચી મીઠું, અડધી ચમચી સફેદ મરચાનો પાવડર, અડધી ચમચી સરસો પાવડર
સાથે પીરસવા માટે : 8 બાફેલા બટાકા, 2 ગાજર, 1 મોટો ચમચો માખણ, એક ચપટી મરચાનો પાવડર, એક ચપતે મીઠું.
મિટ સોસ : બે ચમચા ફૂદીનો (કાપેલો) 1/4 ગ્લાસ સરકો, 3/4 ગ્લાસ તેલ, 1/2 ચમચી મીઠું, 1/3 નાની ચમચી મરચું.
રીત : રાનને ધોઈને સાફ કરો અને તેને સુકવી લો. મેરીનેડની બધી જ સામગ્રીને મેળવીને રાન પર લગાવીને અડધો કલાક સુધી રહેવા દો.
મેરીનેડ સહિત રાનને રોસ્ટિંગ ટ્રે માં મુકીને 350 સેંટીગ્રેડ પર પહેલાથી ગરમ કરો. ઓવનમાં રાખીને મીટના એકથી બે કલાક સુધી બફાવા જાય ત્યાં સુધી ચડવા દો. ત્યાર બાદ તેને બહાર કાઢીને ઠંડુ કરો તેમાંથી હાડકા કાઢી અને 1 સેટીંમીટર મોટી સ્લાઈસ કાપી લો.
રોસ્ટીંગથી નીકળેલ જ્યુસને ગળીને તેને ત્રીજા ભાગનો રહે ત્યાં સુધી ચડવા દો. ગાજરને છોલીને તેને લાંબા અને ઝીણાં કાપી લો. તેને ઉકાળીને ગળી લો. હવે તેમાં માખણ નાંખી દો અને ચડવા દો. ત્યાર બાદ તેમાં મીઠુ અને મરચું નાંખીને તેને ગ્યાસ પરથી ઉતારી લો. રોસ્ટ કરેલ બટાકા અને રોસ્ટ કરેલ મટનને ગરમ કરીને ડીશમાં પાથરો. તેની ઉપર ગરમ રોસ્ટ જ્યૂસ નાંખો. બટાકા, ગાજર અને મિટ સોસની સાથે પીરસો.
મીટ સોસ : બધી જ સામગ્રીને સારી રીતે ભેળવી લો.