1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્લી , ગુરુવાર, 7 ઑગસ્ટ 2008 (11:58 IST)

302 સ્વર્ણ માટે 205 દેશો વચ્ચે ટક્કર

ઘરતીના સૌથી મોટા રમતના આયોજન 29માં બીજીંગ ઓલિમ્પિકમાં સુપર પાવર અમેરિકા અને મેજબાન ચીન વચ્ચે શ્રેષ્ઠતાની જંગ વચ્ચે 205 દેશોના 10500 એથલીસ 302 સ્વર્ણ પદકો માટે ઝઝૂમશે.

આઠ ઓગસ્ટથી શરૂ થઈ રહેલ 'રમતોના મહાકુંભ'માં મેજબાન ચીન 639 ખેલાડીઓનુ સૌથી મોટુ દળ મેદાનમાં ઉતારી રહ્યુ છે. ચીનની બરાબર પાછળ એંથેસ ઓલિમ્પિકમાં પદક તાલિકામાં ટોચ પર અમેરિકા છે, જે ચીનની ધરતી પર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે 596 ખેલાડીઓનુ બીજુ સૌથી મોટુ દળ મેદાનમાં ઉતારી રહ્યુ છે. ચીન ગઈ વખતે એથેંસ ઓલિમ્પિકમાં બીજા ક્રમાંકે રહ્યુ હતુ.

ઓલિમ્પિકમાં અમેરિકાના પ્રબળ પ્રતિદ્વંદી રહી ચૂકેલા રૂસ 467 સભ્યો સાથે બંને સુપર પાવર અમેરિકા અને ચીનને બરાબરીનો પડકાર આપશે. ટોપ પાંચ દેશોમાં ગણાતા જર્મની 439 ખેલાડીઓના દળની સાથે પોતાનો મજબૂત પડકાર રજૂ કરશે. ઓસ્ટ્રેલિયાની ટોપ-5માં આવવાની દાવેદારી તેના 433 સભ્યોના દળ પાસે રહેશે.

બીજીંગમાં મોટુ દળ ઉતારી રહેલ બીજા દેશોમાં જાપાન(351), ઈટલી(344), કનાડા(331), ફ્રાંસ(323), બ્રિટેન(313), સ્પેન(287), બ્રાજીલ(277), પોલેંડ (268), દક્ષિણ કોરિયા(267) અને હોલેન્ડ(24)નો સમાવેશ થાય છે.

આ રમતોમાં ભારતના 56 સભ્યોનુ દળ ઉતરી રહ્યુ છે. આમ તો ભારતના 57 દળને આ રમતોમાં ભાગ લેવાનો હતો. પરંતુ મહિલા ભારોતોલક મોનિકા દેવીનુ ડોપિંગમાં પકડાઈ જવાને કારણે ભારતીય દળમાંથી હટાવી દેવામાં આવી છે.