અંજલી અને સિદ્ધૂ શૂટીંગમાં નિષ્ફળ
ભારતીય શૂટરો અંજલી ભાગવત અને અવનીત કૌર સિદ્ધૂ બીજિંગ શૂટીંગ રેંજ હોલ ખાતે આજે સવારે મહિલાઓની 10 મીટર એર રાયફલ સ્પર્ધાની ફાઈનલમાં પહોચવામાં નિષ્ફળ ગયા છે. અંજલી અને અવનીતના નિરાશાજનક દેખાવથી પ્રથમ દિવસે જ ભારતને નિરાશા હાથ લાગી હતી. અંજલી 393 સ્કોર સાથે 29માં સ્થાને રહી હતી. જ્યારે અવનીત કૌર સિદ્ધૂ 389 સ્કોર સાથે 39માં સ્થાને રહ્યા હતાં. ચેક ગણરાજ્યની ઈમોંસ કેટરીનાએ 400 નો સ્કોર કરીને વિશ્વ રેકોર્ડની બરોબરી કરી હતી, અને ક્વોલિફીકેશન રાઉન્ડમાં ટોપ ઉપર રહી હતી. જ્યારે રશિયાની લિયોબોવ અને ક્રો એશિયાની પેજેસીપ ક્રમશઃ 399 સ્કોર સાથે બીજા અને ત્રીજા સ્થાને રહી હતી. દરમિયાન વેઈટલીફ્ટર ચેને મહિલાઓના 48 કિલોગ્રામ ક્લાસમાં ચીનને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવવામાં સફળતા મેળવી હતી. જ્યારે ભારતને નિરાશા સાંપડી હતી.