ઈતિહાસનો સૌથી મોંઘો ઉદ્દઘાટન સમારંભ
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ચીનની સાંસ્કૃતિક વિરાસતની વાનગી રજૂ કરતા રમતોના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી ભવ્ય અને મોઘા સમારંભની સાથે શુક્રવારે રાતે બીજિંગ ઓલોમ્પિકની શરૂઆત થશે અને આના સાક્ષી રહેશે દુનિયાના ઘણા મુખ્ય નેતા અને રમતની દુનિયાના ઝળકતા સિતારા. કાર્યક્રમ ઓલિમ્પિક રમતગામ ખાતે માળાના આકારમાં બનેલ 'બર્ડ નેસ્ટ' સ્ટેડિયમમાં થશે. આમા દુનિયાના સૌથી વધુ વસ્તીવાળા આ કમ્યુનિસ્ટ દેશના વૈશ્વિક સ્તર પર નવી ઉંચાઈઓને સ્પર્શ કરવા સુધીની ઝલકો બતાવવામાં આવશે. આખી દુનિયાની નજર કાલે ચીનની રાજધાની પર હશે, જ્યાં સાડા ત્રણ કલાકના ઉદ્દઘાટન કાર્યક્રમમાં 5000 વર્ષ જૂના ચીની ઈતિહ્યાસના સિહાવલોકન કરવામાં આવશે. દારૂખાનાની શોઘ કરનારા દેશમાં થઈ રહેલ રમતોના સૌથી મોટા યુધ્ધનો શંખનાદ થશે અને જોરદાર આતિશબાજી પણ થશે. હજારો રંગ બિરંગી કલાકારો પોતાની રજૂઆત સાથે સેંકડો ડ્રેગન અને હવાઈ કરતબની સાથે આખુ વાતાવરણ ઈન્દ્રઘનુષી લાગશે. મીડિયાએ આપેલ રિપોર્ટ મુજબ બીજિંગ ઓલિમ્પિકના ઉદ્દઘાટન અને સમાપન કાર્યક્રમ અત્યાર સુધીનો સૌથી મોંઘો હશે જેના પર દસ ડોલર ખર્ચ કરવામાં આવી રહેલ છે. વેસ્ટર્ન સ્ટાર સારા બ્રાઈટમેન અને ચીનના સૌથી લોકપ્રિય ગાયક લિયૂ હુઆન ઉદ્દઘાટન સમારંભમા પોતાની અવાજનો જાદૂ વિખેરશે. આયોજકોએ કલાકારોના નામોની ચોખવટ કરી દીધી છે. પરંતુ આ નથી જણાવ્યુ કે થીમ સોંગ અંગ્રેજીમાં હશે કે ચીની ભાષામાં કે પછી બંને ભાષામાં. સાડા ત્રણ કલાકના આ શોની શરૂઆત પારંપારિક ડ્રમ ફૂ ની થાપની સાથે થશે. ત્યારબાદ ઓલિમ્પિક પદકો અને ચીનના રાષ્ટ્રધ્વજને બતાવવામાં આવશે. આ કાર્યક્રમ 8 વાગીને 8 મિનિટે શરૂ થશે. 2008નો 8મો મહિનોની 8 તારીખના રોજ શરૂ થનારો આ રમતનુ ખાસ મહત્વ એ માટે પણ છે કે ચીની લોકો 8 ના આંકડાંને લકી નંબર સાથે જોડે છે.