Last Modified: બીંજિગ. , શુક્રવાર, 8 ઑગસ્ટ 2008 (19:40 IST)
એથ્લેટિક્સમાં જૂના દુશ્મનો ઈથોપિયા અને કેનિયા
ક્રિકેટના મેદાન પર ભારત-પાકિસ્તાન અને ફૂટબોલમાં બ્રાઝિલ સાથેની ટક્કર જગ જાહેર છે. જ્યારે એથ્લેટીક્સમાં પૂર્વ આફ્રિકાના બે દેશ ઈથોપિયા અને કેનિયા આ બન્ને દેશો હંમેશા એકબીજાને પછાડવાની તૈયારીમાં હોય છે.
ઓલિમ્પિકમાં પણ આ બન્ને દેશના ખેલાડીઓ મધ્યમ અને લાંબી દોડમાં આમનેસામને હશે, પરંતુ આ લડત મેડલ મેળવવાની સાથે સાથે પ્રતિષ્ઠા મેળવવાની આસ વધુ છેલ્લા કેટલાક વર્ષોથી ઈથોપિયાનું જ રાજ છે, કારણ કે ત્યાં એથ્લેટીક્સ જ મહત્વની રમતો છે. જ્યારે કેનિયામાં બીજા અનેક પ્રકારની રમતો ઉભરીને બહાર આવી રહી છે.