ઓલિમ્પિકનો રંગારંગ પ્રારંભ....
વિશ્વના રમતપ્રેમીઓ તથા ઉત્સુકો જેની આતરુતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે 8મી તારીખ અને શુક્રવાર આખરે આવી પહોચ્યો. અત્યારે વિશ્વના સૌ કોઇની નજર ચીન તરફ મંડાઇ છે. અહીંના બડર્સ નેસ્ટ' સ્ટેડિયમમાં 29મા ઓલિમ્પિકનો ભપકાદાર રંગારંગ કાર્યક્રમ યોજાઇ ગયો. 91 હજારથી વધુ લોકોની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમ જોઇ સૌ કોઇ દંગ રહી ગયા હતા. ચીનના મશહુર ફિલ્મકાર ઝાંગ યી માઉની રાહબરીમાં 15 હજાર જેટલા કલાકારોએ પોતાની કલાનો જાદુ પાથર્યો હતો. કાર્યક્રમની શરૂઆત ચીનના પ્રાચીન નગારા અને ફાઉની ગૂંજ સાથે થઇ હતી. ત્યારબાદ દરેક દેશોના ખેલાડીઓએ માર્ચ કરી હતી જેમાં ભારત તરફથી રાજ્યવર્ધનસિંહ રાઠોડે આગેવાની લીધી હતી. આ ભપકાદાર કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશ સહિત વિશ્વના 80 દેશોના નેતાઓ સહિત કેટલીય મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી અને આ નજારો માણ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ પરિવાર સહિત હાજરી આપી હતી. યજમાન ચીન આ પ્રસંગને યાદગાર બનાવી આંતરરાષ્ટ્રીય ફલક પર એક શક્તિપૂર્ણ દેશ તરીકે ચીન ઓલિમ્પિક મહોત્સવની આડશમાં એ સાબિત કરી રહ્યું છે કે, તે હવે વિકાસશીલ રાષ્ટ્રોની લાઇનમાં નથી, તે હવે વિકસીત રાષ્ટ્ર છે જે ઇતિહાસની સૌથી મોઘા રમત મહોત્સવનું આયોજન કરવા માટે સમર્થ છે. તે માટે ભવ્યાતી ભવ્ય ઉદઘાટન સમારોહનું આયોજન કરાયું હતું.