1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By વાર્તા|

ચીનમાં ઓલિમ્પિકનો રંગારંગ ઉત્સવ

અમૂલ્ય ઉત્સવનો અમૂલ્ય લ્હાવો....

P.R
એક અરબ તેત્રીસ કરોડ પાંખોવાળા મહાકાય ડ્રેગને મોટા બગાસા સાથે પોતાની આંખો ખોલી અને સુંદર ઓલિમ્પિકના માળિયાના તણખલા વચ્ચે ડોકાતી રોશની પર સવાર થઈને 29માં ઓલિમ્પિક રમતોના આયોજનની આશાઓ અને સપનાઓ સાથે શરૂઆત થઈ.

36 કિલોમીટર લાંબા ઈસ્પાતની ચાદરને વાડી-તોડીને બનાવેલા બડર્સ નેસ્ટ સ્ટેડિયમમાં શુક્રવારે અહીં ત્રણ કલાકના ઉદ્દ્ઘાટન સમારંભ દરમિયાન બધુ જ ભવ્ય અને અદ્દભૂત હતુ. આ કાર્યક્રમની ચકાચોંધમાં એ સૌની આંખો ચમકી ગઈ જે સરકાર, પર્યાવરણ અને માનવાધિકારને લઈને ચીનને દોષ આપી રહ્યા હતા.

સુરક્ષા વ્યવસ્થા એવી હતી કે કોઈ પક્ષી પણ ત્યાં અચાનક આવીને ઊડી શકતુ નહોતુ. ચીનની સપ્તરંગી સંસ્કૃતિ અને ગૌરવપૂર્ણ ઈતિહાસ એકબીજાના આહોશમાં ડોલી રહ્યા હતા. વાતો ચીનની હતી, પણ વાણી દુનિયાની હતી.... બધુ એક અજાણ્યુ હોવા છતાં પણ પોતાનુ હોય એવુ લાગતુ હતુ.

આઠમા વર્ષના આઠમા મહિનાની આઠમી તારીખે ઘડીયાળમાં જેવા આઠના ટકોરા પડ્યા સ્ટેડિયમમાં હાજર 90 હજર અને ટેલિવીઝન સેટ સામે ગોઠવાયેલી અરબો આખો ચમકી ઉઠી.

અમેરિકાના રાષ્ટ્રપતિ જોર્જ બુશ સહિત વિશ્વના લગભગ 86 નેતા હાજર હતા. રાજાઓ, રાષ્ટ્રપતિઓ અને પ્રધાનમંત્રીઓના આ ટોળકીમાં ભારતની તરફથી કોંગ્રેસની અધ્યક્ષ સોનિયા ગાંઘી પોતાના બાળકો રાહુલ અને પ્રિયંકા સાથે જોવા મળશે.

આ ક્ષણની તૈયારીમાં ચીનના હજારો કલાકાર ત્રણ વર્ષથી લાગ્યા હતા. છેવતે તેમની મહેનત રંગ લાવી.

પોતાના દેશના હજારો વર્ષ જૂની સભ્યતાને કલાકમાં દુનિયાની સામે ઠાલવી દેવી કોઈ સરળ કાર્ય નથી, પણ ચીનના જાણીતા ફિલ્મકાર ઝાંગ યી માઉએ પોતાની કલ્પનાના આધારે તેને સરળ બનાવી દીધુ.

15 હજારથી વધુ કલાકારોએ માઉના સપનાને હકીકતમાં ઘણી ખૂબીથી ઉતાર્યુ. સ્ટેડિયમમા લહેરાતા સફેદ મિનારાઓ, રોશનીઓ, ટ્રેક પર વહેતા કલાકારો અને કુંગ ફૂ ઉસ્તાદોના સમુદ્રમાં બધ વહી ગયા.

શરૂઆત થઈ પ્રાચીન ચીનન નગારા ફાઉની ગૂંજથી. ત્યારબાદ વારો હતો ઓલિમ્પિક છલ્લાઓ અને ચીનના રાષ્ટ્રધ્વજની. કલાકમાં શરૂઆતનો કાર્યક્રમ પૂરો થયા પછી સ્ટેડિયમમાં 205 દેશોની લગભગ 10500 એથલીટોની પરેડ શરૂ થઈ ગઈ.

ટીમોની લાઈન એ રીતે જુદી-જુદી હતી. સૌથી પહેલા એ ટીમ હતી. જેન દેશનુ નામ ચીની ભાષામાં લખતા સૌથી ઓછા સ્ટ્રોક લાગે છે. આ દ્રષ્ટિએ ભારતનો નંબર 55મો રહ્યો. સૌથી આગે યૂનાનની ટીમ હતી, જ્યાંથી 1896માં ઓલિમ્પિકની યાત્રા શરૂ થઈ હતી.

ભારતના કુલ 56 લોકોના જૂથના ધ્વજ પકડીને આગેવાની કરનાર એથેંસના ઓલિમ્પિકના રજત વિજેતા લેફિટનેંટ કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોર હતા. ચીનના 639 એથલીટ મેજબાને હોવાને નાતે સૌથી છેલ્લા સ્ટેડિયમમાં આવ્યા.

ઈતિહાસનો સૌથી મોંધો ઉદ્દઘાટન સમરંભ