શનિવારે જ્યારે ભારતીય વેઈટ લીફટરોએ ભારતને નિરાશા અપાવી હતી ત્યારે ચીનની મહિલા લિફટર ઓલિમ્પિક રેકોર્ડ સર્જીને 48 કિલોગ્રામ ક્લાસમાં ચીનને પ્રથમ સુવર્ણચંદ્રક અપાવ્યો હતો.
'ગો ચાઈના'ના સૂત્રોચ્ચાર વચ્ચે ચેને 55 કિલોગ્રામ વજન ઉચક્યું હતું, અને ચેને કુલ 212 કિલો વજન સાથે સુવર્ણ ચંદ્રક મેળવ્યું હતું. વેઈટ લીફ્ટીંગ હોલમાં ચીન તરફથી મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતાં.
તૂર્કીની ઓઝકાન 199 કિલોગ્રામ સાથે બીજા સ્થાને રહી રજત ચંદ્રક જીત્યો હતો. જ્યારે તાઈવાનની લીફ્ટર ચેનવેઈએ 196 કિલોગ્રામ સાથે કાંસ્યચંદ્રક મેળવીને સંતોષ માન્યો હતો.