Last Modified: ધર્મશાલા. , શુક્રવાર, 8 ઑગસ્ટ 2008 (20:28 IST)
તિબ્બતમાં રહેશે વિરોધનું અંધારપટ
દલાઈલામાએ બીજિંગ ઓલિમ્પિક માટે ભલે ચીનને શુભેચ્છાઓ પાઠવી હોય પરંતુ તિબ્બતના નાગરિકોએ ઓલિમ્પિકના વિરોધ માટે ઉદઘાટન દરમિયાન બે કલાક માટે પોતાના ઘરની એક પણ બત્તી સળગાવશે નહીં.
આ ઉપરાંત 8થી 24 ઓગષ્ટ સુધી દરરોજ તિબ્બતી નાગરીકો એક કલાક પોતાના ઘરમાં અંધારપટ રાખશે. આ માહિતી સ્ટૂડેંન્ટસ ફોર અ ફ્રી તિબ્બત ના રાષ્ટ્રીય નિર્દેશક તેઝિંગ ચોઈંગે આપી હતી.
ઓલિમ્પિક ઉદઘાટન સમયે તિબ્બતીઓ ચહેરા પર કાળુ કપડુ ઓઢી મૈકલિયોંડગંજ સ્થિત પોતાના પ્રમુખ મઠમાં શુક્રવાર સાંજે 6 વાગે ભેગા થશે. ઓલિમ્પિક દરમિયાન દરરોજ માર્ચપાસ્ટ પણ કરવામાં આવશે.
તિબ્બતવાસીઓ ઓલિમ્પિકનો આ રીતે અનોખો અહિંસાત્મક વિરોધ કરશે.