અમેરિકામાં જન્મેલી બેકી હેમ્મન અને ઝેઆર હોલ્ડન બેઈજિંગ ઓલિમ્પિકમાં પોતાના દેશને બદલે રૂશ તરફથી બાસ્કેટબોલ રમશે.
31 વર્ષની હેમ્મન 2007ની મહિલા એનબીએની મોસ્ટ વેલ્યુએબલ રનરઅપ રહી હતી. હેમ્મનનું કહેવું છે કે વિશ્વમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કર્યું તેના માટે હું ગર્વની લાગની અનુભવુ છું.
પરંતુ આ બાસ્કેટબોલની રમત છે જીવન-મરણનો ખેલ નથી. ઓલિમ્પિક રમત એકતા, દોસ્તી, અને વિશ્વના સારા એથલિટોને એક સાથે લાવવાની રમત હોવી જોઈએ.