પ્રથમ દિવસે ભારતનાં 7 પ્લેયરોની કસોટી
29
મા ઓલિમ્પિકનાં પ્રથમ દિવસે શનિવારે ભારતનાં 7 પ્રતિસ્પર્ધીઓ ભાગ લેશે. જેમાં બેડમિંટન, બોક્સીંગ, શુટીંગ, સ્વીમીંગ, બોટ રેસ, જૂડો જેવી રમતોનો સમાવેશ થાય છે. આ ઓલિમ્પિકમાં ભારત તરફથી 57 એથ્લેટો ભાગ લેશે. જેમાં પ્રથમ દિવસે શનિવારે બેડમિન્ટન સ્પર્ધાંમાં અનૂપ શ્રીધર પોર્ટુગલનાં માર્કોસ વેસ્કોંસેલોસ સામે તથા સાયના નેહવાલ રૂસની ડીલ કરાચકોવા સામે રમશે. બોક્સીંગમાં 75 કિલોગ્રામ ગ્રુપમાં વિજેન્દર અને 81 કિલોમાં દિનેશ કુમાર ભાગ લેશે.શુટીંગમાં માનવજીત સંધૂ, માનશેરસિંહ (ટ્રેપ), સમરેશ જંગ(10 મીટર એર પિસ્તોલ),અવનીત કૌર સંધૂ(મહિલા એર રાયફલ 10 મીટર)માં ભાગ લેશે. સ્વીમીંગમાં 100મીટર બૈકસ્ટ્રોકમાં સંદીપ સેજવાલ ભાગ લેશે. બોટ રેસમાં એન. એસ. જોલ(ભારે), વેટ ડિંગી(ફિન) ઓપન સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે. તો હોડી હલેસા સ્પર્ધામાં બજરંગ એલ ઠાકુર(સિંગલ) તથા દેવેન્દ્ર ખંડવાલ અને મંજીત સિંહ (ડબલ્સ)માં ભાગ લેશે. જૂડો સ્પર્ધામાં ખૂમૂજમ તોંબી દેવી(48 કિલોગ્રામ) દેશ માટે મેડલ મેળવશે તેવી આશા છે.