ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : શનિવાર, 13 ઑગસ્ટ 2016 (14:01 IST)

પાટીદાર આંદોલન - હજારો પાટીદારોની ઉપસ્થિતી વચ્ચે બહુચરાજીથી ઊંઝા સુધી પદયાત્રા

પાટીદાર આંદોન - હજારો પાટીદારોની ઉપસ્થિતી વચ્ચે બહુચરાજીથી ઊંઝા સુધી પદયાત્રા શરૂ થઈ
ગુજરાતમાં અનામતના આંદોલને સમગ્ર વિશ્વમા ચર્ચાઓ ઉભી કરી હતી, ત્યારે આ આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં સતત 9 મહિના સુધી જેલવાસ થયો હોવાથી આંદોલન ધીમી ગતીએ ચાલી રહ્યું હતું. જ્યારે હાર્દિક પટેલને જામીન મળતાં તે હવે ફરીવાર વેગ પકડી રહ્યું છે.  આ વખતે પણ આંદોલનનું એપી સેન્ટર ઉત્તર ગુજરાત બન્યું છે. ત્યારે પાટીદાર સમાજના લોકો દ્વારા આજે તીર્થધામ બહુચરાજીથી ઊંઝા જવા માટે પદયાત્રાનું આયોજન કર્યું છે. સવારના 8 વાગ્યે બહુચરાજીથી ઊંઝાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ પદયાત્રા 52 ગામોમાં પસાર થઇ બીજા દિવસે ઉમિયાધામ પહોંચશે. આ પદયાત્રા બે દિવસ સુધી ચાલશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા છે. બહુચરાજીથી ઊંઝા જવા માટે આજે પાટીદારો દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલ અને પાસના તમામ કન્વીનરો સહિત પાટીદાર સમાજ જોડાયો છે. શાંત પડી ગયેલા આંદોલનને ફરી એકવાર ગતિ આપવા પાટીદાર અનામત આંદોલન સમિતિ સક્રિય બની છે. પાસ કન્વીનર વરુણ પટેલે જણાવ્યું કે, પાટીદાર આગેવાનો અને પાસના કન્વીનરોની બેઠકમાં બહુચરાજીથી ઊંઝા સુધીની પદયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. આજે સવારે 7 વાગે બહુચરાજીથી પ્રયાણ કરી પદયાત્રા બીજા દિવસે 14મી ઓગસ્ટે બપોરે 12 વાગે ઊંઝા ઉમિયાધામ પહોંચશે. યાત્રા 52 ગામમાં થઇને પસાર થશે.