બુધવાર, 6 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (13:20 IST)

અનશનનો 18મો દિવસ - હાર્દિક પટેલ બોલ્યા, પેટ્રોલ પંપનુ નામ બદલીને પ્રધાનમંત્રી વસૂલી કેન્દ્ર મુકીએ તો કેવુ રહેશે

પાટીદારો માટે અનામતની માંગને લઈને અચોક્કસ મુદતના ઉપવાસ પર બેસેલા પાટીદાર નેતા હાર્દિક પટેલના અનામતનો મંગળવારે 18મો દિવસ છે. હાર્દિક પટેલની તબિયત શુક્રવારે બગડી જતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બે દિવસ પછી તે પોતાના ઘરે  પરત ફર્યા અને તેણે ભૂખ હડતાલ ચાલુ રાખી છે  હાર્દિક પટેલે સોમવારે ટ્વીટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસના ભારત બંધનુ સમર્થન કરતા હાર્દિક પટેલે ટ્વીટ કર્યુ કે ભારત બંધ જનતાના કાષ્ટથી બેખબર આત્મમુગ્ધ મોદી સરકારને જગાવવા માટે છે. તેમણે કહ્યુ કે ઓ વિકાસ હુ વિચારી રહ્યો હતો, પેટ્રોલપંપનુ નામ બદલીને પ્રધાનમંત્રી વસૂલી કેન્દ્ર મુકીએ તો કેવુ રહેશે. 

 
હાર્દિકે ટ્વીટ કરીને કહ્યુ કે કાચા તેલની કિમંત જુલાઈ 2008માં 132 ડૉલર હતી અને દિલ્હીમાં તેલની કિમંત 50.62 રૂપિયા પ્રતિ લીટર હતી. કાચા તેલની કિમંત જાન્યુઆરે 2016માં ફક્ત 30.5 ડોલર થઈ તો દિલ્હીમાં તેલનો ભાવ 59.99 રૂપિયા પ્રતિ લીટર હતો. મતલબ કાચા તેલની કિમંત 132થી 30.5 ડોલર કુલ 75% ટકા ગબડી પણ કિમંત 
18% વધી.  બીજી બાજુ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ માંગ કરે કે ગુજરાતની બીજેપી સરકાર પાટીદારો માટે અનામતની માંગને લઈને અચોક્કસ મુદતના ઉપવાસ પર બેસેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે વાતચીત કરે  મેવાણીએ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરે અને તેમના આંદોલન પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યુ.