1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: સોમવાર, 28 ઑગસ્ટ 2017 (12:47 IST)

પાટીદારો પર અત્યાચાર કરનાર પોલીસ પાસેથી વ્યાજ સહિત હિસાબ લઈશ - હાર્દિક પટેલ

ઉત્તર ગુજરાતના પાટણ ખાતે શનિવાર રાત્રે એક શામ શહીદ પાટીદાર આંદોલનકારી કે નામ હેઠળ યોજાયેલ વિશાળ પાટીદાર સભાને સંબોધન કરતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે નરેન્દ્રભાઇના ઝભ્ભાના ખિસ્સામાંથી કે અમિત શાહની બંદૂકની ગોળીમાંથી અનામત આવતી હોય તો લેવા માટે અમે તૈયાર છીએ.  જે પોલીસવાળાએ પાટીદાર પર અત્યાચાર કર્યો એનો વ્યાજ સહિત હિસાબ લેવાનો છું. નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન એસપીજીના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઇ પટેલ પણ મંચ ઉપર ઉપસ્થિત હતાં.

હાર્દિક પટેલે જંગી સભાને સંબોધતા જણાવ્યું હતું કે મેં જે સામાજીક સંસ્થામાં કામ કરવાની શરુઆત કરી એ SPG અને મારા તમામ સાથીઓનો આભાર માનું છું. 44 ધારાસભ્યો પટેલ હોય, 7 કેબીનેટ મિનિસ્ટર હોય, ડેપ્યુટી સીએમ હોય તો પણ સમાજની વ્યથા એમને ન દેખાય તો એ પટલાણીના પેટે જન્મેલા ન હોય. 200 માણસો ભેગા કરવાની તાકાત નથી એ 15 કરોડ રૂપિયામાં વેચાય છે અને જે લોકો લાખો લોકો ભેગા કરી શકે એની સામે પૈસાનો ઢેર નકામો પડે છે. અમને સત્તાની લાલચ હજુ પણ નથી. ભૂતકાળ જોઈ લેજો વડાપ્રધાન પદને પાટુ મારીને આવ્યા હતાં. અમારી એક જ માંગ છે અનામત જોઇએ છે તમે જ્યાંથી લાવો ત્યાંથી જોઈએ છે,ચાહે નરેન્દ્ર મોદીના ખિસ્સા માંથી લાવો તો પણ તૈયાર છીએ, અમિત શાહની બંદુકની ગોળીમાં છે તો પણ લેવા તૈયાર છીએ.  હાર્દિક પટેલે સભાને સંબોધિત કરતાં એમ પણ કહ્યું હતું કે પાટીદારોએ કોંગ્રેસને એક મોકો આપવો જેથી કોંગ્રેસ પાટીદારો પર વિશ્વાસ મુકે. રાજ્યસભાની ચૂંટણીમાં પણ પાટીદાર ધારાસભ્યો વેચાયા હતાં.