સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 26 ઑગસ્ટ 2017 (17:46 IST)

રાજકીય સ્વાર્થ માટે પંચકુલા સળગાવ્યુ - હાઈકોર્ટની ખટ્ટર સરકારને ફટકાર

ડેરા સચ્ચા પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકુલાની સીબીઆઇની એક કોર્ટે રેપના 15 વર્ષ જુના કેસમાં આરોપી જાહેર કર્યો. બાબાને આરોપી જાહેર કર્યા તરત બાદ જ તેના સમર્થકો ઉગ્ર થઇ ગયા અને હરિયાણા-પંજાબ સહિત પાંચ રાજ્યોમાં તેઓએ તાંડવ શરૂ કર્યું. હિંસાની સૌથી વધુ અસર પંચકુલામાં જેવા મળી. જ્યાં ૨૯ લોકોના મોત થયા. બીજી બાજુ સિરસામાં પણ ૨ લોકોના મૃત્યુ થયા.  હાઇકોર્ટે ખટ્ટર સરકારને સતત ત્રીજા દિવસે ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, સરકારે રાજનૈતિક ફાયદા માટે શહેરને સળગવા દીધું એવું લાગે છે કે, સરકારે શરણાગતિ સ્વીકારી લીધી. અગાઉ પણ ગઇકાલે કોર્ટના નિર્ણય બાદ પંજાબ તેમજ હરિયાણા હાઇકોર્ટે આદેશ આપ્યો કે, સ્વયંભૂ બાબા ગુરમીત રામ રહીમસિંહના અનુયાયીઓ દ્વારા કરવામાં આવી રહેલી હિંસા અને આગજની કારણે નુકસાનની ચુકવણી ડેરા સચ્ચા સોદા પાસેથી કરાવવામાં આવે.
 
કોર્ટે આદેશ આપ્યો છે કે, કોઇપણ રાજનૈતિક સામાજીક અથવા ધાર્મિક નેતા કોઇ ભડકાઉ નિવેદન આપે નહી અને જો કોઇ આવું કરે છે તો તેના વિરૂધ્ધ પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવે. પીઠે આદેશમાં કહ્યું કે સ્થિતિને પહોંચી વળવા અધિકારી વિના ભય અને નિષ્પક્ષતાની સાથે પોતાનું કામ કરે. જો કોઇ અધિકારી કર્તવ્યનું પાલન કરવામાં અચકાય છે. તો તેના વિરૂધ્ધ કોર્ટે કડક કાર્યવાહી કરશે. કોર્ટે કહ્યુ છે કે સમગ્ર કેસમાં સખ્ત વલણ અપનાવીને કોર્ટે કહ્યું હતું કે, નિર્ણય બાદ સ્થિતિને નિયંત્રીત કરવા માટે જો શસ્ત્ર તેમજ બળનો ઉપયોગ કરવો પડે તો જરૂરથી કરવામાં આવે.  કોર્ટે હિંસામાં થયેલા નુકસાન સખ્ત વલણ દાખવીને કહ્યું કે, જે લોકોએ નુકસાન કર્યું છે તેની ઓળખ કરવામાં આવે છે તેની સંપત્તિ જપ્ત કરવામાં આવે જેથી નુકસાન ભરપાઇ કરવામાં આવે.