સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (15:46 IST)

કોંગ્રેસના ભાજપયુક્ત ધારાસભ્ય બળવંતસિંહનો ચૂંટણીપંચના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામનો હાઈવોલ્ટેજ ડ્રામા ઐતિહાસિક બની ગયો છે. ત્યારે કોંગ્રેસમાંથી મુક્ત થઈને ભાજપયુક્ત બનેલા ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસના બે ધારાસભ્યના વોટ ચૂંટણીપંચ દ્વારા રદ કરાતાં રાજ્યસભાની ચૂંટણીમાં પરાજય થયો હતો. જોકે બળવંતસિંહ ચૂંટણીપંચના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. રાજ્યસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસના રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહીલે ભાજપ તરફી વોટ આપ્યા હતા, પરંતુ કોંગ્રેસના પોલિંગ એજન્ટ શકિતસિંહ ગોહીલે આ બંને ધારાસભ્યોએ પોતાના મતપત્રક ભાજપના પોલિંગ એજન્ટને બતાવ્યાનો વાંધો ઉઠાવતાં સમગ્ર મામલો વિવાદાસ્પદ બનીને છેક દિલ્હી કેન્દ્રીય ચૂંટણીપંચ સુધી પહોંચ્યો હતો.

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા બંને ધારાસભ્યોના વોટિંગને લગતી વીડિયોગ્રાફી નિહાળ્યા બાદ તેમના વોટને રદ કરાયા હતા. ચૂંટણીપંચના આ નિર્ણયથી ભાજપના ત્રીજી બેઠકના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતનો પહેલા રાઉન્ડમાં જ પરાજય થયો હતો. જોકે બળવંતસિંહે ચૂંટણીપંચના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો છે. ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાંથી સૌથી વધુ સંપત્તિ ધરાવવાનો વિક્રમ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી સીધા જ ઉમેદવાર બનવાનો વિશેષાધિકાર મેળવનારા બળવંતસિંહ રાજપૂતનો છે. તેમણે ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલી એફિડેવિટમાં જણાવ્યા મુજબ, તેમની સ્થાવર અને જંગમ મિલકતોની રકમ રૂ. ૩૧૬ કરોડ જેટલી થવા જાય છે.