મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ઑગસ્ટ 2017 (12:56 IST)

અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને અહેમદ પટેલ સહિત ચૂંટણીપંચને હાઈકોર્ટનું સમન્સ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બે મત રદ કરવા મુદ્દે ચૂંટણી પંચમાં ફરીયાદ કરી હતી. ત્યારે ચૂંટણી પંચે આ બે મત રદ કરીને પરિણામ જાહેર કર્યું હતું. જેમાં કોંગ્રેસ મુક્ત અને ભાજપ યુક્ત બળવંતસિંહ રાજપૂતનો પરાજય થયો હતો. તેમજ કોંગ્રેસના અહેમદ મીયાં જીતી ગયાં હતાં. આ મુદ્દે બળવંતસિંહે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટે આજે રાજ્યસભાના ત્રણ ઉમેદવાર અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને અહેમદ પટેલ સહિત ચૂંટણી પંચને પણ સમન્સ પાઠવ્યું હતું. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ સીટની ચૂંટણી રસપ્રદ અને સંઘર્ષપૂર્ણ રહી. કોંગ્રેસના બે ધારાસભ્યના મત જે તેમણે ભાજપના ઉમેદવારને આપ્યા હતા તે રદ કરી દેવામાં આવ્યા. ચૂંટણી પંચના આ નિર્ણય સામે હવે કોર્ટમાં જવાની વાત પણ થઈ રહી છે. કોર્ટ જે પણ ચુકાદો આપે પણ અત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે રદ થયેલા બન્ને વોટ ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને મળ્યા હોત તો પણ તેઓ જીતી શક્યા ન હોત. હકીકતમાં સિંગલ ટ્રાન્સફર વોટની જે પ્રોસેસ છે તે એટલી તો જટિલ છે કે તેને સમજવી અત્યંત મુશ્કેલ છે.