1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : ગુરુવાર, 20 ઑગસ્ટ 2015 (15:57 IST)

અનામતના મુદ્દો - પટેલ સમાજે સરકાર સામે બાંયો ચઢાવી

ગુજરાતમાં અનામતના મુદ્દે પટેલ સમાજે સરકાર સામે બાંયો ચઢાવી છે અને 10મી ઓગષ્ટે આગળના કાર્યક્રમો નક્કી કરવા પટેલ આગેવાનોએ કોર કમિટીની રચના કરવાનું નક્કી કર્યું છે. ગાંધીનગરની વિશાળ રેલીમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતમાં અનામતની માગણી લઇને પટેલ સમાજની રેલીઓ ઉગ્રતા ધારણ કરતી જાય છે ત્યારે રાજ્ય સરકાર અને ભાજપના સંગઠનમાં હલચલ મચી ગઇ છે. પાર્ટીએ અણછાજતા નિવેદનો નહીં કરવા તેમના નેતાઓ અને કાર્યકર્તાઓને આદેશ કર્યા છે. પાટનગર ગાંધીનગરમાં એક તરફ પટેલ સમાજની વિશાળ રેલી હતી અને બીજી બાજુ ટાઉનહોલના એક સરકારી ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ મોજૂદ હતા. શહેરની પોલીસ રેલીના બંદોબસ્તમાં લાગેલી હતી.

અંદાજે 15 હજારથી વધુ પાટીદારોએ આજે ભેગા થઇને પાટીદાર એકતાનું પાટનગર ખાતે પ્રદર્શન કરીને અનામતની માંગણી દોહરાવી હતી.  સરદાર પટેલ સેવાદળના પ્રમુખ ગૌરાંગ પટેલ, મહેશ પટેલ સહિત કુલ પાંચ આગેવાનોએ ગાંધીનગરના કલેક્ટર રવિશંકરને આવેદનપત્ર આપ્યું હતું. શરૂઆતમાં પાંખી હાજરીથી શરૂ થયેલી રેલીમાં અચાનક જુવાળ આવ્યો હોય તેમ યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

શિસ્તબદ્ધ આયોજનના ભાગરૂપે કરવામાં આવેલા એસએમએસના કારણે શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓ શાળા-કોલેજ જવાના બદલે રેલીમાં જોડાયા હતા. રેલીનું મુખ્ય આકર્ષણ યુવા અને મહિલાઓની હાજરી રહી હતી.  પાટીદાર સમાજ માટે અનામત માટેની માગ સાથેનું આંદોલન વણથંભ્યું આગળ વધી રહ્યું છે. આજે હિંમતનગર અને બગસરા સહિત ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા

પાટનગરમાં રેલીને પગલે કલેકટર ઓફિસ તરફ જતો મુખ્ય રસ્તો ઘ સવારથી જ બંધ કરી દેવાયો હોવા છતાં ગઇ કાલથી ગાંધીનગર રહેતા પાટીદારો રેલીના સમર્થનમાં  સવારથી જ જુદા જુદા બેનરો સાથે ભેગા થઇ કલેકટર કચેરી સુધી જવામાં સફળ રહ્યા હતા. વિશાળ રેલી અને કડક પોલીસ બંદોબસ્તના પગલે હજારો નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા.
સવારના સાત વાગ્યાથી ભારે પોલીસ બંદોબસ્ત હોવા છતાં દોઢ કિલોમીટરની રેલી ઘ-0 સર્કલથી 9.00 કલાકે શરૂ થઇ હતી અને પથિકાશ્રમના મેદાનમાં સભામાં ફેરવાઇ હતી. ગાંધીનગરની રેલીને ધ્યાનમાં રાખીને આ વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો હતો. પાટીદારોને ઓબીસીના 27 ટકા કવોટામાં અનામત મળે તે માટે આગામી 10મી ઓગસ્ટે પાટીદાર અનામત આંદોલન સમિતિની રાજ્ય કક્ષાની કોર કમિટી જાહેર કરવામાં આવશે તેમ પટેલ આગેવાનોએ કહ્યું હતું. આ કમિટીના સભ્યો અનામતના લાભ માટે સરકારમાં રજૂઆત કરશે. પાટનગરમાં રેલીને પગલે કલેકટર ઓફિસ તરફ જતો મુખ્ય રસ્તો ઘ સવારથી જ બંધ કરી દેવાયો હોવા છતાં ગઇ કાલથી ગાંધીનગર રહેતા પાટીદારો રેલીના સમર્થનમાં  સવારથી જ જુદા જુદા બેનરો સાથે ભેગા થઇ કલેકટર કચેરી સુધી જવામાં સફળ રહ્યા હતા. વિશાળ રેલી અને કડક પોલીસ બંદોબસ્તના પગલે હજારો નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા.

સવારના સાત વાગ્યાથી ભારે પોલીસ બંદોબસ્ત હોવા છતાં દોઢ કિલોમીટરની રેલી ઘ-0 સર્કલથી 9.00 કલાકે શરૂ થઇ હતી અને પથિકાશ્રમના મેદાનમાં સભામાં ફેરવાઇ હતી. ગાંધીનગરની રેલીને ધ્યાનમાં રાખીને આ વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો હતો. પાટીદારોને ઓબીસીના 27 ટકા કવોટામાં અનામત મળે તે માટે આગામી 10મી ઓગસ્ટે પાટીદાર અનામત આંદોલન સમિતિની રાજ્ય કક્ષાની કોર કમિટી જાહેર કરવામાં આવશે તેમ પટેલ આગેવાનોએ કહ્યું હતું. આ કમિટીના સભ્યો અનામતના લાભ માટે સરકારમાં રજૂઆત કરશે.


માટે ટોલ ફ્રી નંબર શરૂ કરાયો.
અનામત આંદોલન સમિતિ દ્વારા ટોલ ફ્રી નં. 8956663377 જાહેર કરવામાં આવ્યો છે. આ ફોન પર આવેલા કોલ્સની સંખ્યા 24 કલાકમાં દોઢ લાખને પાર કરી ગઇ છે.
રાજકીય નેતાઓ ન જોડાય.
પાટીદાર અનામત આંદોલન રાજ્યના દરેક ખૂણાનાં ગામોને આવરી લઇ હવે સોસાયટીઓ સુધી પહોંચ્યું છે. સોસાયટીઓની મિટિંગ કરી રહેલા આશિષ  દિયોરાએ જાહેર કર્યું હતું કે ર૭ ટકા અનામતનો લાભ નહીં મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખીશું. પાટીદાર અનામત જાગૃતિ અંગેની બેઠકો આયોજનબદ્ધ ચાલી રહી છે. તેમાં કોઇ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલી વ્યકિત કે નેતાને સ્થાન આપવા કે હાજર રહેવા પર મનાઇ ફરમાવવા કડક સૂચના આપવામાં આવી છે. 
મોહન કુંડારિયા વાયરલ બન્યા.
કેન્દ્રીય પ્રધાન મોહન કુંડારિયા આજે સોશ્યલ સાઇટ્સ ઉપર વાયરલ બન્યા છે. તેમણે રાજકોટમાં કહ્યું હતું કે પટેલ અનામત આંદોલનને કોંગ્રેસનો ટેકો છે અને આ આંદોલન સંપૂર્ણરીતે કોંગ્રેસ પ્રેરિત છે. આ બયાનથી મોહન કુંડારિયાને ટાંકીને સોશ્યલ સાઇટ્સમાં કહેવાયું છે કે કેન્દ્રીય પ્રધાને પટેલ સમાજ સાથે વિશ્વાસધાત કર્યો છે. આ રેલીઓ અને કાર્યક્રમોમાં કોઇપણ રાજકીય પક્ષો સંકળાયેલા નથી તેથી તેમણે આવા વિધાનો કરવા ન જોઇએ.