રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

મહા શિવરાત્રિ પર કાશી વિશ્વનાથ મંદિર

ગંગા કિનારે સાંકડી વિશ્વનાથ ગલીમાં આવેલુ વિશ્વનાથ મંદિર કેટલાય મંદિરો અને પીઠોથી ઘેરાયેલુ

W.D

ॐ नमः शिवाय... शिव-शंभु...
'वाराणसीतु भुवनत्रया सारभूत
रम्या नृनाम सुगतिदाखिल सेव्यामना
अत्रगाता विविधा दुष्कृतकारिणोपि
पापाक्ष्ये वृजासहा सुमनाप्रकाशशः'
- નારદ પુરાણ

ગંગા નદીના પશ્ચિમી તટ પર આવેલુ વારાણસી નગર વિશ્વના પ્રાચીન શહેરોમાંથી એક માનવામાં આવે છે તથા અહીં ભારતની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં સુશોભિત છે. આ નગરના હૃદયમાં વસેલા છે ભગવાન કાશી વિશ્વનાથનુ મંદિર જે પ્રભુ શિવ, વિશ્વેશ્વર કે વિશ્વનાથના મુખ્ય જ્યોતિર્લિગોમાંથી એક મનાય છે. સ્ત્રી હોય કે પુરૂષ, યુવાન હોય કે વૃધ્ધ, દરેક અહીં મોક્ષ મેળવવા માટે જીવનમાં એક વખત તો અવશ્ય આવે છે. એવુ માનવામાં આવે છે કે અહી આવનારો દરેક શ્રધ્ધાળુ ભગવાન વિશ્વનાથને પોતાની માનીતી ઈચ્છા સમર્પિત કરે છે.

ધાર્મિક મહત્વ
એવુ માનવામાં આવે છે કે જ્યારે પૃથ્વીનું નિર્માણ થયુ હતુ ત્યારે પ્રકાશની પહેલી કિરણ કાશીની ઘરતી પર પડી હતી. ત્યારથી કાશી જ્ઞાન અને આધ્યાત્મનુ કેન્દ્ર માનવામાં આવે છે. એવુ પણ માનવામાં આવે છે કે નિર્વાસનમાં કેટલાય વર્ષો વિતાવ્યા પછી ભગવાન શિવ આ સ્થળ પર આવ્યા હતા. અને થોડા દિવસ કાશીમાં રહ્યા હતા. બ્રહ્માજીએ તેમનુ સ્વાગત દસ ઘોડાના રથને દશાશ્વમેઘ ઘાટ પર મોકલીને કર્યુ હતુ.
W.D

કાશી વિશ્વનાથ મંદિર -
ગંગા કિનારે સાંકડી વિશ્વનાથ ગલીમાં આવેલુ વિશ્વનાથ મંદિર કેટલાય મંદિરો અને પીઠોથી ઘેરાયેલુ છે. અહીં એક કુવો પણ છે, જેને 'જ્ઞાનવાપી'ની સંજ્ઞા આપવામાં આવે છે, જે મંદિરના ઉત્તરમાં આવેલ છે. વિશ્વનાથ મંદિરની અંદર એક મંડપ અને ગર્ભગૃહ આવેલુ છે. ગર્ભગૃહની અંદર ચાંદીથી મઢેલા ભગવાન વિશ્વનાથનુ 60 સેંટીમીટર ઉંચુ શિવલિંગ આવેલુ છે. આ શિવલિંગ કાળા પત્થરનું બનેલુ છે. જો કે મંદિરનો અંદરનો ચોક એટલો વ્યાપક નથી પણ વાતવરણ બધી રીતે શિવમય છે.

એતિહાસિક મહત્વ -
એવુ માનવામાં આવે છે કે આ મંદિર પ્રાક-એતિહાસિક કાલમાં બંધાયુ હતુ. સન 1776માં ઈન્દોરની મહારાણી અહિલ્યાબાઈએ આ મંદિરના પુનનિર્માણ માટે ઘણી રકમ જમા કરી હતી. 1983માં ઉત્તરપ્રદેશ સરકારે આનુ પ્રબંધન પોતાના હાથમાં લઈ લીધુ અને પૂર્વ કાશી નરેશ વિભૂતિ સિંહને આના ટ્રસ્ટીના રૂપે નિમણૂંક કર્યા.

W.D

પૂજા-અર્ચના -
આ મંદિર દરરોજ વહેલી સવારે 2.30 વાગે મંગલ આરતી માટે ખોલવામાં આવે છે, જે સવારે 3 થી 4 વાગ્યા સુધી થાય છે. શ્રધ્ધાળુઓ ટિકીટ લઈને આ આરતીમાં ભાગ લઈ શકે છે. ત્યારબાદ 4 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી બધાને માટે મંદિરના દ્વાર ખોલવામાં આવે છે. 11.30 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ભોગ આરતીનુ આયોજન કરવામાં આવે છે. 12 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ફરી આ મંદિરમાં સાર્વજનિક દર્શનની વ્યવસ્થા છે. સાંજે 7 થી 8.30 વાગ્યા સુધી સપ્તઋષિ આરતી પછી રાતે 9 વાગ્યા સુધી બધા શ્રધ્ધાળુઓ મંદિરની અંદર દર્શન કરી શકે છે. 9 વાગ્યા પછી મંદિર બહારથી દર્શન કરી શકાય છે. છેવટે 10.30 વાગે રાત્ર શયન આરતી શરૂ થાય છે, જે 11 વાગ્યા સુધી પૂરી થાય છે. ભેટમાં ચઢાવેલો પ્રસાદ, દૂધ, કપડા અને બીજી વસ્તુઓ ગરીબ અને લાચાર લોકોને વહેંચવામાં આવે છે.

ફોટો ગેલેરી માટે અહીં ક્લિક કરો

કેવી રીતે જશો ?
વાયુમાર્ગ દ્વારા - વારાણસી દેશના લગભગ બધા મુખ્ય શહેરો અને પર્યટન સ્થળો સાથે વાયુ માર્ગ દ્વારા જોડાયેલુ છે. આમ છતા, દિલ્લી-આગ્રા-ખજૂરાહો-વારાણસી માર્ગ પર્યટકોની વચ્ચે ખૂબ પ્રખ્યાત છે.

રેલમાર્ગ દ્વારા- વારાણસી દિલ્લી, કલકત્તા, મુંબઈ અને ભારતના કેટલાય મહત્વપૂર્ણ ભાગો સાથે રેલમાર્ગ દ્વારા જોડાયેલુ છે. દિલ્લી અને કલકત્તાને માટે વારાણસીથી રાજધાની એક્સપ્રેસ પણ જાય છે. ત્યા બીજી બાજુ વારાણસીથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલ મુગલસરાયથી પણ ઘણા સ્થળો માટે ટ્રેનની વ્યવસ્થા છે.

રસ્તા દ્વારા - ગંગાન મેદાનમાં આવેલુ હોવાને કારણે વારાણસી જવા માટે રોડ પરિવહનની ઉત્તમ સગવડ છે. ઉત્તરપદેશના વિભિન્ન સ્થળોથી આ સ્થળ પર જવા માટે પ્રાઈવેટ અને સરકારી બસોની ઉત્તમ સગવડ છે.
(આ સ્ટોરીના લેખક - વેંકેટસ રાવ)