ગુજરાતના 10 પ્રખ્યાત મંદિર

Top 10 famous temples in gujarat

Last Updated: સોમવાર, 11 નવેમ્બર 2019 (18:44 IST)
અંબાજીભારતમાં 51 શક્તિપીઠોમાં 12 શક્તિપીઠો મુખ્ય છે. ઉજ્જૈનમાં ભગવતી મહાકાલી,
મહાશક્તિ,કન્યાકુમારીમાં માતા કામાક્ષી કાંચીપૂરમ,
બ્રહ્મારંભા મલયગીરી,
કુમારિકા,
ગુજરાતના ઉત્તરમાં આરાસુરવાળી માઁ અંબા અને પૂર્વમાં પાવાગઢવાળી મહાકાળી માઁ, કોલ્હાપુરમાં મહાલક્ષ્મી,
પ્રયાગમાં દેવી લલિતા,
વારાણસીમાં વિદ્યાવ્યાસીની વિંધ્યમાં વિશાલક્ષી,
ગયામાં મંગલા દેવી. ભારતમાં 51 શક્તિપીઠ બનવા પાછળ એક પ્રાચિન કથા છૂપાયેલી છે. રાજા દક્ષે યજ્ઞ કર્યો અને તેમાં શંકરને આમંત્રણ ન આપ્યું. છતાં સતી પોતાના પિતાને ત્યાં આમંત્રણ વગર ગયાં ત્યાં શંકરનું સ્થાપન નહીં જોતા સતીને ક્રોધ થયોને પોતે યજ્ઞ કૂંડમાં પડયા. આ સમયે સતીની સાથે આવેલા શંકરના ગણોમાં વીરભદ્રે દક્ષનું મસ્તક કાપીને યજ્ઞ કૂંડમાં નાંખ્યું અને ત્રિલોકનો નાશ કરવા તૈયાર થયો. જેથી બ્રહ્માદી દેવો શંકરના શરણે ગયા અને ભગવાન શંકર પછી દક્ષને ત્યાં આવ્યા. દક્ષનું મસ્તક તો કૂંડમાં પડી ગયું હતું, પરંતુ બકરાનું મસ્તક સાંધીને દક્ષને સજીવન કર્યા. દક્ષે ભગવાન શંકરની માફી માંગી. આ પછી કૂંડમાં પડેલા સતીના શબને ખમ્બા પર નાખીને ચિતે ભમવા લાગ્યા. તે સમયે બ્રહ્માદી દેવોને ચિંતા થઇ અને વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના શબને પાછળથી કાપવા લાગ્યા. આ સતીના શબના ટૂકડા જ્યાં જ્યાં પડયા ત્યાં ત્યાં શંકર ભગવાન દેવી શક્તિ સાથે મૂર્તિ દ્વારા પ્રસન્ન થયા. જેમાં સતીનો હાડનો ભાગ ગુજરાતની ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લાની અરવલ્લી પર્વતમાળાની અર્બુદાગિરીની બાજુના ડુંગર પર પડયો હોવાથી માતાના નામ પરથી આ ગામનું નામ અંબાજી પડયું હતું અને ત્યાં માઁ અંબા આજે પણ બિરાજમાન છે. શક્તિપીઠોમાં ગુજરાતના અંબાજીના અંબામાં ખૂબજ પ્રસિદ્ધ છે.

ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લિક કરો.....


ફોટા જોવા માટે ક્લિક કરો...

<font "="">અમદાવાદથી લગભગ 100 કિ.મી. ના અંતરે આવેલુ આ પવિત્ર ધામ સહિત દુનિયાભરના શ્રધ્ધાળુઓ માટે આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કળયુગમાં દેવીના અને ગણપતિના ઉપાસકો વધુ હશે.


આ પણ વાંચો :