બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. ભારતના પ્રધાનમંત્રી
Written By
Last Updated : બુધવાર, 17 એપ્રિલ 2024 (17:42 IST)

ગુલજારીલાલ નંદા : સાદગીભર્યા ગાંધીવાદી નેતા

કોંગ્રેસના નેતા ગુલજારીલાલ નંદા એક માત્ર એવા વ્યક્તિ હતા જેઓ બે વખત દેશના વડાપ્રધાન બન્યાપરંતુ બન્ને વખત તેઓ કાર્યકારી વડાપ્રધાન બનેલા. દેશના બીજા વડાપ્રધાન નંદા એકદમ સાદ્ગીભર્યાસત્યનિષ્ઠઈમાનદાન તથા ગાંધીવાદી નેતા હતાં. તેમણે થોડા પુસ્તકો પણ લખ્યા હતાં.

પ્રારંભિક જીવન : તેમનો જન્મ પાકિસ્તાનના સિયાલકોટ (આજે પકિસ્તાની પંજાબ)માં તા. ૪થી જુલાઈ ૧૮૯૮ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ બુલાકીરામ નંદા તથા માતાનું નામ ઈશ્વરદેવી હતું. નંદાએ ઈલાહાબાદ યુનિવર્સિટીમાં મજૂરોની સમસ્યાઓ પર રિસર્ચ સ્કોલર તરીકે કામ કર્યુ હતું. ૧૯૨૧માં તેઓ નેશનલ કોલેજ મુંબઈમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર પણ હતાં.

રજનૈતિક જીવન : ૧૯૨૧માં ગુલજારીલાલ નંદાએ અસહકાર આંદોલનમાં પણ ભાગ લીધો હતો. સત્યાગ્રહ આંદોલન દરમિયાન ૧૯૩૨માં ભારત છોડોઇ આંદોલનમાં ૧૯૪૨-૧૯૪૪માં તેમણે જેલ યાત્રા પણ કરી હતી. તેઓ મુંબઈમાં કોંગ્રેસ તરફથી વિધાનસભામાં ૧૯૩૭ થી ૧૯૩૯ સુધી અને ૧૯૪૭ થી ૧૯૫૦ સુધી ધારાસભ્ય પણ હતાં. સન. ૧૯૪૭માં ઈન્ટુકની સ્થાપના થઈ જેની સ્થાપનાનું શ્રેય નંદાજીને જાય છે. સ્ન. ૧૯૫૦-૧૯૫૧,૧૯૫૨-૧૯૫૩ અને ૧૯૬૦-૧૯૬૩ માં ભારતના યોજના આયોગના ઉપાધ્યક્ષ પદે પણ રહ્યા હતાંતેઓ કેંદ્રમાં ગૃહમંત્રી અને શ્રમ અને રોજગાર મંત્રી પણ હતાં.

બે વાર કાર્યવાહક વડાપ્રધાન બન્યા : નહેરુજીના નિધન બાદ કાર્યવાહક વડાપ્રધાન તરીકેનો તેમનો પ્રથમ સમયગાળો ૨૭મી મે ૧૯૬૪ થી ૯મી જૂન ૧૯૬૪ તથા લાલબહાદુર શાસ્ત્રીના અવસાન બાદ તેમનો બીજો સમયગાળો ૧૧મી જાન્યુઆરી ૧૯૬૬ થી ૨૪મી જાન્યુઆરી ૧૯૬૬ સુધીનો હતો. તેઓ  ખુબ જ ઓછા સમય માટે વડાપ્રધાન બન્યા હતાં. નંદા ગાંધી વિચારધારાના સમર્થક રહ્યાઅ હતા અને લોકતાંત્રિક મૂલ્યોમાં તેમને ઉંડો વિશ્વસ અને આસ્થા હતી. તેઓ ધર્મનિરપેક્ષ તથા સમાજવાદી સમાજનું સ્વપન સેવતા હતાં. તેઓ આજીવન ગરીબોની સેવામાં તત્પર રહ્યા હતાં.

પુરસ્કાર અને સન્માન : સન. ૧૯૯૭માં ગુલજારીલાલ નંદાને દેશનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન’ તથા બીજું સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માનપદ્મવિભુષણ’ પણ એનાયત કરવામાં આવ્યુ હતું.

વિશેષ : નંદાજી ગાંધીવાદી, લોકશાહી મુલ્યોના સમર્થક અને એક રાજનેતા હોવાની સાથે એક લેખક પણ હતાં. એક લેખક તરીકે તેમણે સમ આસ્પેક્ટ્સ ઓફ ખાદીએપ્રોચ ટૂ ધ સેકન્ડ ફાઈવ યર પ્લાનગુરુ તેગબહાદુર : સંત એન્ડ સેવિયરહિસ્ટ્રી ઓફ એડજસ્ટમેન્ટ ઈન ધ અહમદાબાદ ટેક્સ્ટાઈલ્સફોર એ મોરલ રિવોલ્યુશન તથા સમ બેઝીક કન્સીડરેશન જેવા પુસ્તકોની રચના કરી છે.