મંગળવાર, 10 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાજ્યસભા ચૂંટણી 2022
Written By
Last Updated :લખનૌ. , બુધવાર, 25 મે 2022 (17:38 IST)

કપિલ સિબ્બલે છોડી કોંગ્રેસ, અખિલેશની હાજરીમાં રાજ્યસભા ચૂંટણી માટે ભર્યુ નામાંકન

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યુ. કપિલ સિબ્બલે બુધવારે સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે લખનૌ સ્થિત વિધાનમંડળ પરિસર પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે સપાના વરિષ્થ નેતા અને રાજ્યસભા સભ્ય રામગોપાલ યાદવ પણ હાજર હતા. બીજી બાજુ સિબ્બલે એ બંનેની હાજરીમાં રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યુ.  હાલ કપિલ સિબ્બલને સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કપિલ સિબ્બલ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. જાવેદ અલી ખાન સપાના ખાતામાં પહેલા પણ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.
 
અખિલેશ યાદવ 1 જૂને દિલ્હી આવ્યા હતા. જ્યાં આ તમામ દાવેદારો પહોંચી ગયા હતા. સમાજવાદી પાર્ટી દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવેલી યાદીમાં સૌથી ચોંકાવનારું નામ કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલનું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ પગલા દ્વારા સમાજવાદી પાર્ટી એક તીરથી 2 નિશાન સાધવાની કોશિશ કરી રહી છે. કપિલ સિબ્બલે સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનનો કેસ લડ્યો હતો.
 
ઉલ્લેખનીય છે  કે આગામી રાજ્યસભા ચૂંટણીમાં સપાના ક્વોટામાં ત્રણ સીટો આવી રહી છે. જો કે આ અંગે પૂછવામાં આવતા અખિલેશે કહ્યું કે થોડા સમય બાદ ખબર પડશે કે કોને રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર, અખિલેશ યાદવનું માનવું છે કે, એક મુસ્લિમ નેતાને પણ રાજ્યસભામાં મોકલવો જોઈએ. ત્યારબાદ ઈમરાન મસૂદ, સલીમ શેરવાની અને જાવેદ અલીના નામ સામે આવ્યા છે પરંતુ વર્તમાન યાદીમાં જાવેદ અલીના નામ પર મહોર લાગી ગઈ છે.