બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાજ્યસભા ચૂંટણી 2022
Written By
Last Modified: મંગળવાર, 24 મે 2022 (17:27 IST)

Rajya Sabha Election: યૂપીમાં રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન આજથી, ભાજપાને આઠ અને સપાને ત્રણ સીટો મળવી લગભગ નક્કી

yogi aditynath
મંગળવારે રાજ્યની 11 બેઠકો પર યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશન જારી થવાની સાથે જ નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થશે. 31 મે સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 1 જૂને થશે અને 3 જૂન સુધી નામો પાછા ખેંચી શકાશે. 10 જૂનના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને સાંજે 5 વાગ્યા સુધી મતગણતરી હાથ ધરાશે. તમને જણાવી દઈએ કે, રાજ્યસભામાં યુપીમાંથી 31 સાંસદો છે. આમાંથી 11 સભ્યોનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
 
ભાજપને 8 અને સપાને 3  બેઠકો મળવાની ખાતરી  
રાજ્યસભાની 11 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં ભાજપને આઠ અને સપાને ત્રણ બેઠકો મળવાની ખાતરી છે. વિધાનસભામાં ભાજપ ગઠબંધન પાસે 273 અને સપા ગઠબંધન પાસે 125 ધારાસભ્યો છે. જનસત્તા દળ ડેમોક્રેટિક અને કોંગ્રેસ પાસે બે અને બસપા પાસે એક ધારાસભ્ય છે. ભાજપને જનસત્તા દળના બે ધારાસભ્યોનું સમર્થન મળી શકે છે. જ્યારે કોંગ્રેસ અને બસપાનું કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નથી, બંને પક્ષો ચૂંટણીમાંથી બહાર રહી શકે છે.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર એક સીટ માટે 36 ધારાસભ્યોના વોટની જરૂર છે. ભાજપ પાસે 273 ધારાસભ્યો છે, તેથી તેમને પ્રથમ અને બીજી પસંદગીના ક્રમના આધારે 8 બેઠકો જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. સપા પાસે 125 ધારાસભ્યો છે. તેના આધારે તેને 3 સીટો જીતવામાં કોઈ મુશ્કેલી નથી.