1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (15:36 IST)

ઓર્ગન વગાડતો વીડિયો જોઈ રોમાનિયાની યુવતી અમદાવાદની યુવકના પ્રેમમાં પડી, બે વર્ષની મિત્રતા બાદ લગ્ન કર્યાં

todays news
અમદાવાદ શહેરના ખોખરામાં એક અનોખા લગ્ન થયાં, રોમાનિયાની લાડી અને અમદાવાદના વરની આ અનોખી જોડીનો વરઘોડો નીકળ્યો ત્યારે લોકો વરઘોડાને જોવા માટે બે ઘડી રોકાઇ જતા હતા. સંગીત સાથે જોડાયેલા યુવકે એક વીડિયો સોશિયલ મિડિયામાં મુક્યો, જે વાયરલ થતા તે જોઇને રોમાનિયાની યુવતીએ યુવકનો સંપર્ક કર્યો અને બંને વચ્ચે થયેલી મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઇ. આખરે બે વર્ષ બાદ બંને લગ્નના તાંતણે બંધાઇ ગયા છે. આમ સોશિયલ મીડિયાથી પ્રાંગરેલી અનોખી પ્રેમ કહાની સફળ થઇ છે.શહેરનાં ખોખરામાં રહેતા અને સંગીત સાથે સંકળાયેલા અર્પણ મહિડાએ બે વર્ષ અગાઉ ઓર્ગન વગાડતો એક વિડિયો સોશિયલ મિડિયામાં મુક્યો અને તે વાઇરલ થઇ ગયો. આ વિડિયો જોઇને રોમાનિયાની મિહાલ્યા વ્લાદ નામની યુવતીએ અર્પણનો સોશિયલ મિડિયાથી સંપર્ક કરીને મિત્રતા કરી. બે વર્ષ સુધી ચાલેલી મિત્રતા પ્રેમમા પાંગરી અને આખરે બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધુ. એટલે પરિવાર સાથે અર્પણએ રોમાનિયા જઇને મિહાલ્યા સાથે લગ્નની વિધી કરી હતી. બાદમાં હવે મિહિલ્યાને લઇને અમદાવાદ આવેલા અર્પણ મહિડાના પરિવારજનોએ બંનેનો વરધોડો ખોખરા વિસ્તારમાં કાઢયો હતો. જેમાં મિહિલ્યાના પરિવારજનો પણ જોવા મળ્યા હતા. આ અંગે અર્પણે જણાવ્યું હતું કે, સોશિયલ મિડિયાથી અમે સંપર્કમાં આવ્યા અને પ્રથમવાર દુબઇમાં મળ્યા, ત્યારબાદ રોમાનિયામાં લગ્ન કર્યા.