બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 ઑક્ટોબર 2020 (12:13 IST)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતી ફિલ્મ જગત ના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયા ને શ્રદ્ધાંજલી પાઠવી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગત ના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયા ના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગત ને શ્રદ્ધાંજલી પાઠવી છે.
 
મુખ્યમંત્રીએ સ્વ. નરેશ કનોડિયા એ ગુજરાતી ચલ ચિત્ર જગત માં અભિનયના ઓજસ પાથરીને દસકાઓ સુધી લોક માનસમાં એક આગવું સ્થાન મેળવેલું તેનું સ્મરણ કરતાં કહ્યું છે કે તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્ર જગત માં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે.
 
વિજય રૂપાણી એ દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે