સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (17:12 IST)

ધોરણ 1 થી 5ના વર્ગો ટૂંક સમયમાં જ થશે શરૂ, બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થશે નિર્ણય

કોરોનાકાળ પછી ધોરણ 1 થી પાંચનાં વર્ગો હજુ શરુ નથી થઇ શક્યા.ધોરણ 6 થી 8 નાં વર્ગો પણ સ્કૂલ સાથે ઓન લાઈન પણ ચાલે છે.ત્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવે અગ્રવાલે કહ્યું છે કે, શાળાઓ સંપૂર્ણ હાજરી કે અડધી હાજરી સાથે ખોલવી તે અંગે હજુ વિચારણા થશે. રાજ્ય સરકાર બાળકોનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તેનું પણ ધ્યાન રાખશે. આરોગ્ય વિભાગ પણ બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી દાખવશે. વધુમાં,વેકેશનમાં ગુજરાત બહાર ગયેલા બાળકોનો જરૂર પ્રમાણ RT-PCR પણ કરવામાં  આવશે.આ ઉપરાંત,કોરોનાના સંક્રમણની સ્થિતિ આધારે શિક્ષણ વિભાગ નિર્ણય કરશે. અને બાળકોના વેક્સીન મુદ્દે કેન્દ્ર સરકારની સુચના આધિન કામગીરી થશે
 
શિક્ષણ મંત્રી વાઘાણીએ કહ્યું કે,સંકલન-પરામર્શ બાદ જ નિર્ણય 
 
બુધવારે  શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વાલીઓ ઈચ્છી રહ્યા છે કે, ગુજરાતમાં હવે ધોરણ 1થી 5 ક્લાસરૂમ શરૂ થાય પરંતુ વાલીઓએ હજી શાળાઓ શરૂ થવા માટે થોડી રાહ જોવી પડશે. 
 
અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન
 
કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની હાલ વિચારણા કરી રહ્યું છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે.અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક શિક્ષણ દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે.