શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (16:51 IST)

પરીક્ષાની હોલ ટિકિટ નહીં આપનાર સ્કૂલો સામે આકરા પગલાં લેવાશે: શિક્ષણ મંત્રી ચુડાસમા

ગુજરાતમાં શાળાની ફીને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ રાજ્યના વિદ્યાર્થીઓનો હિતમાં રાજ્ય સરકારે ફી નિયમન અધિનિયમ કાયદો ઘડીને સસ્તુ શિક્ષણ ઘરઆંગણે મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. સુપ્રીમ કોર્ટે વાલીઓની તરફેણમા ચૂકાદો આપ્યો છે જેને રાજ્ય સરકાર આવકારે છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં આગામી 12મી માર્ચથી બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે ફી માટે ગુજરાતમાં એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડશે નહીં.

કેટલીક શાળાઓએ ફી નહીં ભરવાના કારણે પરીક્ષાની હોલ ટિકિટ રોકી રાખવાની ધમકી આપી છે. આ વાત તદ્દન અયોગ્ય છે. ફક્ત ફી બાકી ગોય તેના કારણે હોલ ટિકિટ નહીં આપવાની બાબત ચલાવી લેવાશે નહીં. આ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું કૃત્ય છે. રાજ્ય સરકાર તેની ગંભીરતાથી નોંધ લઈ રહી છે. એટલું જ નહીં જો આવામાં કોઈ દોષિત જણાશે તો સરકાર આકરા પગલા ભરતા ખચકાશે નહીં. તેમણે આ વચગાળાના હુકમનો પ્રેમથી સ્વીકાર કરીને સમયસર અમલ કરવાની શાળા સંચાલકોને અપીલ કરી છે. જ્યારે બીજી તરફ વાલીઓને ધીરજ રાખવાની સલાહ આપી છે.