બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 જુલાઈ 2024 (12:21 IST)

ઉમરપાડામાં 2 કલાકમાં 10 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

rain in gujarat
rain in gujarat

ગુજરાત માથે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હતું. આજે બે કલાકમાં જ ધોધમાર 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જ્યારે ભરૂચના નેત્રંગમાં ધોધમાર 5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

અમરાવતી નદી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત નર્મદાના ગરુડેશ્વરમાં પણ સવારે બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.નેત્રંગ પંથકમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. માત્ર ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા અનેક નદી નાળા છલકાયા છે. અમરાવતી નદી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત નદી કિનારે આવેલી સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે.
rain in dadiyapada
rain in dadiyapada

ધોધમાર વરસાદના પગલે જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. વિવિધ માર્ગો પણ બંધ થયા છે.સુરતના ઉમરપાડા વિસ્તારમાં 10 ઈંચ વરસાદને પગલે સુરત જિલ્લાનું ઇકો ટુરિઝમ દેવઘાત ધોધ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. લોલેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મોહન નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે.ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ધોધમાર ચાર ઇંચ વરસાદને પગલે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને પગલે બજારોમાં પાણી ભરાયા હતા. ઉમરપાડાના બજાર ફળિયા પાસે પસાર થતા નાળામાં નવા નીરની આવક થઈ છે. લાંબા વિરામ બાદ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.