આમ આદમી પાર્ટીની 14મી યાદીમાં વધુ 10 ઉમેદવારોના નામ જાહેર, કુલ 179 ઉમેદવારો જાહેર કર્યાં
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી (AAP) એ પોતાના ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. જેમાં વધુ 10 ઉમેદવારોના નામ અંગે સસ્પેન્સ ખુલ્યુ છે.આમ આદમી પાર્ટીએ 14 મી યાદી જાહેર કરી છે. જેમાં થરાદ વિરચંદભાઈ ચાવડા, જામનગર દક્ષિણ વિશાલ ત્યાગી, જામજોધપુર હેમંત ખાવા, તાલાલા દેવેન્દ્ર સોલંકી, ઉના સેજલબેન ખૂંટ, ભાવનગર રૂરલ ખુમાનસિંહ ગોહિલ, ખંભાત અરુણ ગોહિલ, કરજણ પરેશ પટેલ, જલાલપોર પ્રદીપકુમાર મિશ્રા અને ઉમરગામ અશોક પટેલ ને ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ આ યાદીમાં જાહેર થયેલા તમામ વિધાનસભા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. આશા છે કે તેઓ વિધાનસભા ચૂંટણી જીતીને જન સેવાના કાર્યમાં વધુ સારી રીતે યોગદાન આપી શકે. આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે દરેક વિધાનસભના ઉમેદવારો જનતા સુધી પહોંચશે અને તેમની સમસ્યા દૂર કરવાનો સંપૂર્ણપણે પ્રયાસ કરશે.ઉમેદવાર જનતા સુધી પહોંચી શકે અને જનતા પણ પોતાના ક્ષેત્રના ઉમેદવારને સારી રીતે સમજી શકે. તે માટે પહેલા જ ઉમેદવાર જાહેર કર્યા છે. વિધાનસભા ઉમેદવારોની યાદી જાહેર કરવાની સાથે જ આમ આદમી પાર્ટી, હમણાં થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીનો CM ચહેરો પણ ઈસુદાન ગઢવીને જાહેર કરી ચૂકી છે. ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની આ નવી રાજનીતિથી પ્રભાવિત થઈ રહી છે. ગુજરાતની ત્રસ્ત થયેલી જનતા હવે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને એક નવી આશાની કિરણ રૂપે જોવે છે.