મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 નવેમ્બર 2021 (13:03 IST)

સુરતમાં પત્નીને કહ્યું- ચાલ તારી સાથે છેલ્લી ચા પી લઉં, મેં ઝેરી દવા પીધી છે, પત્નીની નજર સામે જ પતિ ઢળી પડ્યા બાદ મોત

સુરતમાં ચાલ તારી સાથે છેલ્લી ચાપી લઉં કહી જમીન ઉપર ઢળી પડેલા રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક ધીરુભાઈ બચુભાઇ ઉનાગરના નાના દીકરાએ જણાવ્યું હતું કે 2-3 મહિનાથી પિતા અશક્ત હોવાનું કહેતા હતા. ડોક્ટરને બતાવ્યું પણ હતું. બસ શું થયું આજે સવારે મમ્મી સાથે ચા પીતા પીતા કહ્યું કે ઝેરી દવા પી લીધી છે ને મમ્મીએ બુમાબુમ કરી દેતા અમે હોસ્પિટલ લઈ આવ્યા તો ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધા છે.

અક્ષય (મૃતકનો દીકરા) એ જણાવ્યું હતું કે તેઓ ભાવનગરના મહુવાના વતની છે. બે ભાઈઓ અને માતા ભાવનાબેન સાથે રહીએ છીએ. માતા ઘર કામ અને પિતા ધીરુભાઈ રતકલાકાર તરીકે કામ કરતા હતા. આજે સવારે અમે બન્ને ભાઈઓ સૂતા હતા. માતાની બૂમાબૂમથી જાગી જતા ખબર પડી કે પિતાએ ઝેરી દવા પી લીધી છે. બસ તાત્કાલિક રિક્ષામાં પિતાને લઈ હોસ્પિટલ પહોંચ્યા તો મૃત જાહેર કરી દેવાયા હતા.અક્ષય એ વધુમાં ઉમેર્યું હતું કે ભાઈ હીરામાં અને હું જરી માં કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થઇ રહ્યા છે. આજે સવારે પપ્પા એ મમ્મીને બસ એટલું જ કહ્યું કે, ચાલ આજે તારી સાથે છેલ્લી ચા પી લઉં પછી ચા પીતા પીતા પિતા બોલ્યા મેં તો ઝેરી દવા પી લીધી છે ને જમીન ઉપર ઢળી પડ્યા હતા. પપ્પાના આવા અંતિમ પગલાં બાબતે કશી જ ખબર નથી.