શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શનિવાર, 11 મે 2024 (14:37 IST)

પરથમપુર ગામે ચૂંટણી પંચના આદેશ અનુસાર 1224 મતદારોનું આજે ફરી મતદાન

1224 voters re-polled today as per the order of Election Commission in Parthampur village
દાહોદ લોકસભા સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભાના બેઠક પર ગત 7 મેના રોજ પરમથપુર ગામે મતદાન દરમિયાન ભાજપ નેતાના પુત્ર દ્વારા બુથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો. વિજય ભાભોર નામક યુવાન દ્વારા સોસિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર સમગ્ર બુથ કેપ્ચરિંગ અંગે લાઈવ કર્યું હતું. જે બાદ સમગ્ર દેશમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા સંતરામપુર પોલીસ મથક ખાતે વિજય ભાભોર અને વીડિયોમાં દેખાતા અન્ય એક ઇસમ મગન ડામોર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જે બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ બંને આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે પરથમપુર બેઠક પર ફરી મતદાન શરૂ થયું છે. જ્યાં 11 વાગ્યા સુધીમાં 24.50% મતદાન નોંધાયું છે. લોકો ઉત્સાહ સાથે લોકો મતદાન કરી રહ્યા છે.આ સમગ્ર ઘટનાને લઈ ચૂંટણી પંચ દ્વારા સંતરામપુરના પરથમપુર બુથ નંબર 220 પર ફરીથી મતદાબ કરવાના આદેશ કરવા આવ્યા હતા. ત્યારે આજે 11 મેના રોજ સવારે 7 કલાકથી અહીંયા પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે.

આ બુથ પર કુલ 1224 મતદારો છે, જેમાં 618 પુરુષ અને 606 મહિલા મતદારો છે. મતદાન મથક ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારી, ચૂંટણી ઓબ્ઝર્વર સહિત ASPની ઉપસ્થિતમાં મતદાન પ્રક્રિયા પ્રારંભ થયો છે. મતદાન મથક બહાર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 11 વાગ્યા સુધીમાં 24.50% મતદાન નોંધાયું છે. લોકો ઉત્સાહ સાથે લોકો મતદાન કરી રહ્યા છે.