સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (11:35 IST)

સમુદ્ર કિનારે મૃત મળી આવી 15 ફૂટ લાંબી ડોલ્ફિન, લોકોમાં કૂતૂહૂલ

તાજેતરમાં વલસાડમાં માછીમારી કરવા ગયેલા યુવકની જાળમાં એક દુર્લભ માછલી ફસાઈ હતી. એમેઝોન નદીમાં જોવા મળતી આ માછલીને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. વલસાડ બાદ હવે આવી જ ઘટના નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં બની છે.
 
તમને જણાવી દઈએ કે બીલીમોરાના ભાટ ગામમાં એક મૃત ડોલ્ફિન દરિયામાં પડેલી મળી આવી છે. આ આશ્ચર્યજનક દરિયાઈ પ્રાણી ડોલ્ફિનની લંબાઈ લગભગ 15 ફૂટ હતી. લાંબી ડોલ્ફિનને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. દરિયાના પાણીમાં રહેતી મોટી ડોલ્ફિન માછલીના અચાનક મૃત્યુ અંગે ગ્રામજનોએ અધિકારીઓને જાણ કરી હતી. આ સાથે જ ગ્રામજનોએ મૃત ડોલ્ફિનને બીચ પર જ દફનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.