મંગળવાર, 21 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified રવિવાર, 25 સપ્ટેમ્બર 2022 (12:00 IST)

Rules Garba- ગરબા આયોજકો માટે પોલીસે બનાવ્યા નિયમ

gujrat garba
નવરાત્રીમાં ગરબાના આયોજકો માટે પોલીસ વિભાગે નિયમો બનાવ્યા છે. અમદવાદના એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન રોડ ઉપર તેમજ જીએમડીસી ખાતે મોટા પાયે રાસ - ગરબાનું આયોજન કરાયું છે. ત્યારે પોલીસે દરેક ગરબાના આયોજકો સાથે મિટિંગ કરી હતી. તમામને કેટલાક નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.
 
ગરબા આયોજકો માટે શું છે નિયમ?
- ગરબાની મંજૂરી લેનારા આયોજકો માટે પોલીસે બનાવ્યા કડક નિયમો 
- આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે
- પાર્કિંગ ગરબાના સ્થળથી 100 મીટર દૂર રાખવું પડશે
- વાહન પાર્ક કરાવવા માટે આયોજકોએ રાખવા પડશે સ્વયંસેવકો
- ગરબાના સ્થળની બહાર ટ્રાફિક જામ થવા પર ગરબાની મંજૂરી કરાશે રદ
- ગરબા સ્થળે મહિલા અને પુરૂષ સિક્યુરિટી ગાર્ડ ફરજિયાત
- પાર્કિંગ એરિયા અને એન્ટ્રી- એક્ઝિટ પોઈન્ટ કવર થાય તે રીતે CCTV લગાવવા
- સ્ટેજ પરથી અશ્લીલ ગીતો ગાઈ શકાશે નહીં