ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 માર્ચ 2023 (09:50 IST)

ગુજરાતમાં આ વર્ષે 16.32 લાખ વિદ્યાર્થી આપશે 10-12 બોર્ડની પરીક્ષા, હોલ ટિકિટ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ની 14 માર્ચથી શરૂ થતી 10મા-12માની બોર્ડની પરીક્ષામાં આ વર્ષે 1632663 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. ધોરણ 10માં સૌથી વધુ 956753 વિદ્યાર્થીઓ, ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 565528 વિદ્યાર્થીઓ અને ધોરણ 12મા વિજ્ઞાન પ્રવાહમાં 110382 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ધોરણ 10 માટે 83 ઝોનમાં 985 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જ્યારે ધોરણ 12 માટે 56 ઝોનમાં 665 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. વર્ષ 2022માં 1498432 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
 
2022ની સરખામણીએ 2023માં 10-12મા બોર્ડની પરીક્ષામાં 134231 વિદ્યાર્થીઓ વધ્યા છે. જેમાં 12મા સામાન્ય પ્રવાહમાં 1.39 લાખ વિદ્યાર્થીઓ જ્યારે 12મા વિજ્ઞાન પ્રવાહમાં 2313 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. 10માં 7776 વિદ્યાર્થીઓ ઘટ્યા છે. GSEB એ માર્ચ 2023ની બોર્ડ પરીક્ષાઓ માટે એક્શન પ્લાન જાહેર કર્યો છે. જે અંતર્ગત ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 741337 નિયમિત, 11258 ખાનગી, 165576 રિપીટર, 5472 ખાનગી રિપીટર વિદ્યાર્થીઓ નોંધાયા છે. 33110 ISO, 2532 દિવ્યાંગ છોકરાઓ, 1502 દિવ્યાંગ છોકરીઓ નોંધાયા છે. કુલ 956753 વિદ્યાર્થીઓમાં 538230 છોકરાઓ અને 418523 છોકરીઓનો સમાવેશ થાય છે. આ 2022 ની સરખામણીમાં 7776 વિદ્યાર્થીઓ ઓછા છે. 2022માં 10માં 964529 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
 
12મા વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા 110382 વિદ્યાર્થીઓમાંથી 40414 A ગ્રુપના અને 69936 B ગ્રુપના વિદ્યાર્થીઓ છે. જ્યારે એબી ગ્રુપમાં માત્ર 32 વિદ્યાર્થીઓ નોંધાયા છે.12મા સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે 565528 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં 480794 રેગ્યુલર, 29981 રિપીટર, 7280 આઇસોલેટ, 34617 ખાનગી રેગ્યુલર, 12856 ખાનગી રિપીટર વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ 2022 કરતાં 139694 વિદ્યાર્થીઓ વધુ છે. સંસ્કૃત પ્રથમમાં 644, મધ્યમા 736 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
 
એક્શન પ્લાનમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જિલ્લા કક્ષાએ અલગથી એકશન પ્લાન તૈયાર કરવા અને બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. બોર્ડનો સ્ટેટ કંટ્રોલ રૂમ 12 માર્ચથી શરૂ થશે. 24 કલાક કામ કરશે.
 
ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વની ખબર સામે આવી છે. માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરાઈ છે. બોર્ડની વેબસાઈટ gseb.org પરથી શાળા દ્વારા હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો - માધ્યમની કરાઈ કરી હોલટિકિટ મેળવવાની રહેશે. પરિક્ષાર્થીનો ફોટો ચોંટાડી, સહી કરાવી, વર્ગ શિક્ષકની સહી - સિક્કા સાથે હોલટિકિટ પરિક્ષાર્થીને આપવાની રહેશે. હોલ ટિકિટમાં પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની કચેરીનો જરૂરી આધાર સાથે સંપર્ક કરવાનો રહેશે.